રાવળદેવ સમાજની સ્મશાન સમસ્યા: રોડ, પાણી અને વીજળીની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત
Surendranagar,તા.15
કીચડ અને કાદવમાં નનામી લઈ જવાની પીડા, રાવળદેવ સમાજે સ્મશાન માટે સુવિધાઓની માંગ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે એડવોકેટ મહેન્દ્રભાઈ પરમાર સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, સુરેન્દ્રનગર જીલ્લા મહિલા કોંગ્રે સપ્રમુખ ઝરણાબેન જાની તેમજ ચોટીલા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ તેમજ રાવળદેવ સમાજે દ્વારા લેખિતમાં રજૂઆત કરી જોરાવરનગરના વાંકલા નાળા પાસે આવેલા તેમના સ્મશાન પરની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કમિશનરને અપીલ કરી છે.
સમાજે જણાવ્યું છે કે, તેમના સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો કીચડ અને કાદવથી ભરેલો હોવાને કારણે અંતિમવિધિ માટે મૃતદેહ લઈ જવામાં ભારે મુશ્કેલી પડે છે. ત્યારે ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા જ યોગ્ય રોડ ન હોવાને કારણે નનામી પડી જવાની સ્થિતિ સર્જાઈ હતી!, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ આવેદનપત્રમાં રાવળદેવ સમાજે કમિશનર પાસે આર.સી.સી. રોડ: સ્મશાન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો બનાવવો, સ્ટ્રીટ લાઈટ: સ્મશાનમાં અંધારું હોવાથી ત્યાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવી પ્રોટેક્શન વોલ સ્મશાનની સુરક્ષા માટે ફરતે દિવાલ બનાવવી, પાણીની સુવિધા: સ્મશાનમાં પાણીની લાઈન નાખીને પાણીની વ્યવસ્થા સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.વધુમાં સમાજે એ પણ જણાવ્યું છે કે, આ સમસ્યાઓ છેલ્લા ૩૦ વર્ષથી ચાલી રહી છે અને અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ આવેદનપત્ર આપતી વખતે એડવોકેટ મહેન્દ્રભાઈ પરમાર, ઝંખનાબેન સહિત રાવળદેવ સમાજના ભગતીભાઈ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ લેખિતમાં રજૂઆત કરી તેમની માંગણીઓ તાત્કાલિક ધ્યાનમાં લેવા માટે અંતમાં વિનંતી કરી છે