Jamnagarતા ૧૫,
જામનગર જીલ્લામા સમગ્ર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ જાળવવાના ભાગરૂપે સમયાંતરે ’’સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ’’ નુઆયોજન કરાય છે, જેના ભાગરૂપે ગઈકાલે સમગ્ર જામનગર જિલ્લામાં મેગા ડ્રાઈવ યોજાઈ હતી, અને ટ્રાફિક નિયમન ભંગ અંગેના કુલ ૨૮૮ કેસ કરવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ ગઈકાલે ફરી સમગ્ર જામનગર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.જે દરમ્યાન જી.પી.એકટ ૧૩૫(૧), એમ.વી.એકટ-૧૮૫, કારમા બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન જી.પી.એકટ ૧૩૫(૧) હેઠળ ૦૯ કેસ, એમ.વી.એકટ ૧૮૫ ના હેઠળ ૦૪ કેસ, વાહન મા બ્લેક ફિલ્મ ના ૭૯ કેસ, નંબર પ્લેટ વગરના વાહનના ૧૫૫ કેસ, ફ્રેન્સી નંબર પ્લેટ વાળા વાહનના ૫૦ કેસ, સહિત કુલ ૨૮૮ કેસ કરાયા હતા.
આ કામગીરી લાલપુર ના મદદનીશ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ અને ગ્રામ્ય વિભાગ ના સુપરવિઝન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા જામનગર શહેરના ત્રણે પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર, જામ પંચ એ ડીવી પો.સ્ટે, જામ પંચ બી ડીવી પો.સ્ટે,બેડી મરીન પો.સ્ટે તથા એલ.સી.બી. પો.સબ ઇન્સ તથા એલ.સી.બી સ્ટાફ તથા પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્વારા કરવામા આવી છે.