Gondal,તા.15
ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદનાં સાક્ષીને મારમાર્યો હોવાની એસ.પી.ને.ફરીયાદ બાદ ન્યાય ન મળતાં ભોગ બનનાર દિનેશભાઈએ ગોંડલ કોર્ટમાં અરજી આપતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી સુલતાનપુર પી.આઈ.જે.એ.ખાચર.રાઈટર.અનીલભાઈ અને અજાણ્યા બે પોલીસકર્મી વિરૂધ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ -૧૭૫(૩) મુજબ ગોંડલ કોર્ટમાં અરજી આપી જણાવ્યું હતું કે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનાં સાક્ષી તરીકે નિવેદન નોંધવા માટે સ્થળ પર બોલાવી આરોપી જેવું વર્તન કરી બેફામ મારમાર્યો હતો ત્યારબાદ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પણ મારમારી વિના વાંકે મામલતદાર જામીન ભરાવી છુટ્ટા કર્યા હતા શરીરમાં દુખાવો થતાં ગોંડલ સીવીલ હોસ્પિટલમાં સારવાર લઈ પોલીસને જાણ કરી હતી પરંતુ ગોંડલ પોલીસ માત્ર નોંધ કરી કાર્યવાહી ન કરતાં અંતે ગત તા.૨ ના રોજ એસ.પી.ને સમગ્ર હકીકતથી વાકેફ કરી લેખીત ફરીયાદ આપતાં જે અનુસંધાને ગત.તા.૯ ના રોજ શાપર વેરાવળ પોલીસ દ્વારા સમયપત્ર આપી નિવેદન માટે બોલાવેલ હતાં જ્યાં ગત.તા. ૧૦ ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે જતાં પી.આઈ. હાજર ન હોવાથી અરજી આપેલ હતી તેમછતાં આજ દિન સુધી ફરી નિવેદન માટે બોલાવવામા આવ્યા ન હોવાથી અંતે ન્યાય માટે ગોંડલ કોર્ટમા અરજી આપી ઉપરોક્ત પોલીસ કર્મી વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી