થોળીયારી ગામના અને ભોયકા ગામના યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ,
Surendranagar,તા.15
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર પાણશીણા નજીક અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી હતી.જેથી બે મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા છે. આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર લીંબડી-અમદાવાદ હાઇવે પર સર્જાયેલા આ ગોઝારા અકસ્માતની ઘટનામાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માત એટલો ભયકંર હતો કે, બંને યુવાનોના ચીંથરેચીંથરા ઉડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. તેમજ મૃતક યુવાનોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.બનાવ અંગે લીંબડી પોલીસે તપાસ હાથ ધરી આ અકસ્માતની ઘટનામાં થોળીયારી ગામના ભાર્ગવ મકવાણા અને ભોયકા ગામના પ્રદિપ ચૌહાણનું ઘટના સ્થળે જ સારવાર મળે એ પહેલા જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પાણશિણા પોલીસ તાકીદે ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોની મૃતદેહને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે લીંબડી પોલીસે તપાસ હાથ ધરી છે.