હુમલાનો ભોગ બનેલી રીફાઈનરીમાંથી રોજના ૩,૫૫૦૦૦ બેરલ ક્રૂડ ઉત્પન્ન કરવામાં આવે છે અને રશિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી રીફાઈનરી છે
Moscow તા.૧૫
યુક્રેને રશિયા પરના હુમલા ફરી એક વાર તીવ્ર બનાવ્યા છે. રશિયાની સૌથી મોટી રિફાઈનરીઓ પર યુક્રેને ડ્રોન હુમલા કર્યા હતા, જેના પગલે રીફાઈનરીઓમાંથી ભયંકર આગ લાગી હતી. રશિયા અને યુક્રેનના લશ્કર દ્વારા આ હુમલા બાબતે પુષ્ટિ કરવામાં આવી છે. યુક્રેને રશિયાના ઉત્તરપશ્ચિમી લેનિનગાર્ડ પ્રાંતમાં આવેલી કિરિશિ રિફાઈનરી પર હુમલા કર્યા હતા.રશિયાને યુદ્ધ લડવાના નાણાં ક્રૂડ ઓઈલમાંથી મળતા હોવાનું યુક્રેને અગાઉ જાહેર કરેલું છે. યુદ્ધમાં રશિયાની ક્ષમતા ઘટાડવા આ હુમલા કર્યા હતા. હુમલાનો ભોગ બનેલી રીફાઈનરીમાંથી રોજના ૩,૫૫૦૦૦ બેરલ ક્રૂડ ઉત્પન્ન કરવામાં આવે છે અને રશિયાની ત્રીજા ક્રમની સૌથી મોટી રીફાઈનરી છે.ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલા સૌથી મોટું હથિયાર બન્યા છે. ગત સપ્તાહે રશિયાના ડ્રોન પોલેન્ડમાં ઘૂસી ગયા હતા અને યુક્રેનની સરહદો પર વિનાશ વેર્યો હતો. હવે યુક્રેને રશિયાની આર્થિક કમર તોડી નાખવા ડ્રોનનો ઉપયોગ કર્યો છે. પર હુમલા બાદ યુક્રેને રીફાઈનરીના ફોટોગ્રાફ શેર કર્યા હતા જેમાં રીફાઈનરીમાં લાગેલી આગ અને ધુમાડા જોવા મળે છે. રશિયાએ દાવો કર્યો હતો કે, યુક્રેનના ત્રણ ડ્રોન તોડી પડાયા હતા. આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. યુક્રેનના ૮૦ ડ્રોન દ્વારા આ હુમલો થયો હતો, જેમાં રીફાઈનરી ઉપરાંત ક્રીમીઆ અને આસપાસના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.