Junagadhતા.૧૫
જુનાગઢના શ્રી ખીમજી જમનાદાસ છત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કે.જે. નિદાન કેન્દ્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસ નિમિત્તે સેવાની ભાવનાથી આરોગ્યની ભેટ સમો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે.
આગામી તા. ૧૭-૯-૨૫ના રોજ ૮.૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી, એફીલ ટાવર એપાર્ટમેન્ટ પાછળ, બસ સ્ટેન્ડ સામે, જુનાગઢ ખાતે આવેલા કે.જે. નિદાન કેન્દ્ર ખાતે સીબીસી અને આરબીએસ રીપોર્ટ સંપૂર્ણ નિઃશુલ્ક કાઢી આપવામાં આવશે જેનો લાભ લેવા જણાવવામાં આવેલ છે. લોહીના રીપોર્ટ કરાવવા માટે મો. નં. ૯૩૨૮૪ ૦૦૦૩૮ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરાવ્યા વગર એન્ટ્રી લેવામાં નહી આવે. વધુમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી ભાવીનભાઈ છત્રાળા અને મેનેજમેન્ટ વિભાગનાં દર્શીતભાઈ કણસાગરાનાં માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે તેમ એક યાદીમાં જણાવેલ છે.