એકસ આર્મીમેન મનોજભાઈ દાફડાએ અધિક વિકાસ કમિશનરને આવેદન પાઠવાયું
Kotdasangani,
કોટડાસાંગાણીના ઉપ સરપંચે વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરી તેમને ઉપસરપંચપદેથી હટાવવા માટે અધિક વિકાસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ છે.કોટડાસાંગાણીના એકસ આર્મીમેન મનોજભાઈ દાફડાએ અધિક વિકાસ કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા કોટડાસાંગાણીના ઉપસરપંચ ધવલ વઘાસીયાએ ગામના વિવિધ વિસ્તારોમાંસીસી રોડ તથા પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. ગ્રા.પં.ના કુલ ૨૮ વિકાસકામો પૈકી ૧૧ કામો પૂરા થયાનું પ્રમાણપત્ર પણ પ્રાથમિક દ્રષ્ટિએ બોગસ હોવાનો આક્ષેપ કરાયો છે. હાલ ચાલતી અપીલમાં આ તમામ મુદ્દા ધ્યાને લઈ તેમને ઉપસરપંચ પદ તથા સભ્યપદેથી દૂર કરવા કરાયુલા હુકમને કાયમ રાખવા રજૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધવલ વઘાસીછાને ઉપસરપંચપદેથી દૂર કરવાના હુકમ સામે પંચાયત વિભાગના વિકાસ કમિશ્નર દ્વારા સ્ટે અપાયો છે.