Junagadh,તા. ૧૫
જુનાગઢ સ્થિત સપ્તક સંગીત વિદ્યાલય ૨૮ વર્ષથી કાર્યરત છે, આ વિદ્યાલયમાં સેંકડો વિદ્યાર્થીઓ સંગીતાચાર્ય અને જાણીતા શાસ્ત્રીય ગાયક વિપુલ ત્રિવેદી પાસેથી તાલીમ મેળવી સંગીત ક્ષેત્રે પ્રતિષ્ઠિત કલાકાર અને સંગીત શીક્ષક તરીકે કાર્યરત છે.
ગત વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં સરકાર માન્ય સંસ્થા પ્રણવ પારિજાત ટ્રસ્ટ સુરત સંચાલીત મહાગુજરાત ગાંધર્વ સંગીત સમિતિ દ્વારા લેવાતી ઉચ્ચ ડિગ્રી પરીક્ષા સંગીત અલંકાર અને સંગીત વિશારદની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ઉચ્ચગુણ પ્રાપ્ત કરી અવલ રહેલ સુ.શ્રી અમિષા માંકડ ગાયન વિષય માં (અલંકાર પાર્ટ -૨), જય ભટ્ટ ગાયન વિષય (અલંકાર પાર્ટ- ૧), ચિંતન લાઠીગરા સંગીત વિશારદ તબલા, કુ. નિષ્ઠા નરસાણા સંગીત વિશારદ હાર્મોનિયમ વિષયમાં ઉતીર્ણ થવા બદલ સંગીત સમિતિ તરફથી આ ચારેય કલા સાધકો એ ચંદ્રક (ગોલ્ડ મેડલ) પ્રાપ્ત કરી જુનાગઢનું ગૌરવ સમગ્ર ગુજરાતમાં વધાર્યું છે.
આ તકે સંગીત સમિતિનાં અધ્યક્ષ સુનિલભાઈ મોદી, મંત્રીઓ હેમંલ ગાંધર્વ, વિપુલ ત્રિવેદી, હેમાંગ વ્યાસ, વૈજ્યંતી દીવાનજી, સંસ્થાના તજજ્ઞ ઋષિકુમાર શાસ્ત્રી એ આ ચારેય કલા સાધકોને અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે સપ્તક સંગીત વિદ્યાલયનાં સહુ તાલીમાર્થીઓએ આ સિદ્ધિ બદલ આનંદની લાગણી વ્યક્ત કરીઅભિનંદન પાઠવેલા હતા.