Surat,તા.૧૫
સુરત જિલ્લાના બારડોલીના તેંન ગામે ત્રણ દિવસ અગાઉ ૧૨ સપ્ટેમ્બરના રોજ હત્યાની ઘટના બની હતી. બાર઼ડોલીના તેંન ગામ ખાતે ૧૨ સપ્ટેમ્બરના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક મહિલાનો છરીના ઘા મારેલી હત્યા કરાયેલ મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. ઘટના બાબતે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસ પણ દોડતી થઈ હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ સ્થળનું નિરીક્ષણ કરી ચાર અલગ અલગ ટીમો બનાવી ઝડપી તપાસના આદેશ આપ્યા હતા.
હત્યાના સ્થળેથી મોબાઇલ અને ચપ્પુ મળતા પોલીસે એફ.એસ.એલ. પરીક્ષણ પણ કરાયું હતું. તેમજ કોલ ડિટેઇલ્સ પણ ચકાસવામાં આવી હતી. મરણ જનારની માતાએ વ્યક્ત કરેલી શંકાને ધ્યાનમાં રાખી જિલ્લા એલ.સી.બી. અને બારડોલી ટાઉન પોલીસની સંયુક્ત ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી હતી, સમગ્ર ઘટનામાં આરોપીને ઉદયપુર નજીકથી ઝડપી લેવાયો હતો. જેનું નામ કમલ ભમરું ભીલ છે અને તેની અટકાયત કરાઈ હતી. જેની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ સામે આવ્યું હતું.મૃતક જ્યોતિ રાઠોડ બારડોલીના ધીરજ સન્સ પાસે આવેલી જશોદા કાઠિયાવાડી થાળ હોટલમાં નોકરી કરતી હતી. નોકરી દરમિયાન તેની ઓળખ ત્યાં કામ કરતા વેઈટર કમલ ભમરૂ ભીલ સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ થોડા સમયથી સંબંધમાં ખટરાગ સર્જાતા જ્યોતિએ કમલ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. ઘટનાની આગલી રાત્રે કમલ ઉશ્કેરાયો હતો. તે જ્યોતિ સાથે કોઈ પણ સંબંધ બગાડવા માંગતો ન હતો.
પ્રેમ ધૂન તેના મગજ પર સવાર થતાં રાત્રે જ કમલે સમાધાન કરવા માટે જ્યોતિને બોલાવી હતી. કમલ જ્યોતિ સાથે પ્રેમ સંબંધમાં હતો. પરંતુ મતભેદને કારણે સંબંધ તૂટી જતાં કમલે ગુસ્સા માં આવી ચપ્પુ વડે આડેધડ ઘા મારી તેણીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી . હવે પોલીસ આરોપીને કોર્ટ માં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે અને આરોપી કમલ ભમરું ભીલને કડક માં કડક સજા થાય તે દિશામાં તપાસ શરૂ કરી છે.હત્યાના સ્થળેથી મોબાઇલ અને ચપ્પુ મળતા પોલીસે એફ.એસ.એલ. પરીક્ષણ પણ કરાયું હતું. તેમજ કોલ ડિટેઇલ્સ પણ ચકાસવામાં આવી હતી. મરણ જનારની માતાએ વ્યક્ત કરેલી શંકાને ધ્યાનમાં રાખી જિલ્લા એલ.સી.બી. અને બારડોલી ટાઉન પોલીસની સંયુક્ત ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી હતી, સમગ્ર ઘટનામાં આરોપીને ઉદયપુર નજીકથી ઝડપી લેવાયો હતો. જેનું નામ કમલ ભમરું ભીલ છે અને તેની અટકાયત કરાઈ હતી. જેની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ સામે આવ્યું હતું.
મૃતક જ્યોતિ રાઠોડ બારડોલીના ધીરજ સન્સ પાસે આવેલી જશોદા કાઠિયાવાડી થાળ હોટલમાં નોકરી કરતી હતી. નોકરી દરમિયાન તેની ઓળખ ત્યાં કામ કરતા વેઈટર કમલ ભમરૂ ભીલ સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ થોડા સમયથી સંબંધમાં ખટરાગ સર્જાતા જ્યોતિએ કમલ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. ઘટનાની આગલી રાત્રે કમલ ઉશ્કેરાયો હતો. અને એ જ્યોતિ સાથે કોઈ પણ સંબંધ બગાડવા માંગતો ના હતો. અને પ્રેમ ધૂન તેના મગજ પર સવાર થતાં રાત્રે જ કમલે સમાધાન કરવા માટે જ્યોતિને બોલાવી હતી. કમલ જ્યોતિ સાથે પ્રેમ સંબંધમાં હતો. પરંતુ મતભેદને કારણે સંબંધ તૂટી જતાં કમલે ગુસ્સા માં આવી ચપ્પુ વડે આડેધડ ઘા મારી તેણીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી . હવે પોલીસ આરોપીને કોર્ટ માં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે અને આરોપી કમલ ભમરું ભીલને કડક માં કડક સજા થાય તે દિશામાં તપાસ શરૂ કરી છે.