New Delhi તા.16
યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)નો ઉપયોગ કરનારાઓ માટે મોટી ખબર છે.નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) એ મોટી લેવડ-દેવડની સીમા 5 લાખ રૂપિયાથી વધારી દીધી છે.
આ નિયમ 15 સપ્ટેમ્બર એટલે કે આજથી લાગુ થઈ ગયો છે. જે અંતર્ગત વેરીફાઈડ મર્ચન્ટસ માટે એક દિવસમાં 10 લાખ રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે. આ ફેરફાર કેટલાંક ખાસ ઓનલાઈન પેમેન્ટ જેમ કે શેરબજારમાં રોકાણ, વીમા પેમેન્ટ, ક્રેડીટ કાર્ડ, બીલ પેમેન્ટ વગેરે માટે લાગુ થશે.
જોકે બે લોકો વચ્ચે એટલે કે પર્સન ટુ પર્સન લેવડ-દેવડની સીમા પહેલા જેવી જ એટલે કે દરરોજ 1 લાખ રૂપિયાની છે તેમાં કોઈ ફેરફાર નથી થયો. આ નવા નિયમોનો ઉદ્દેશ લોકોને મોટા પેમેન્ટ માટે વારંવાર લેવડ-દેવડ કરવાની ઝંઝટમાંથી છૂટકારો આપવાનો છે.
ક્રેડીટ કાર્ડ બિલથી પેમેન્ટ માટે યુપીઆઈની એક વખતની લેવડ-દેવડ સીમા હવે 5 લાખ રૂપિયાની હશે.સાથે સાથે એક જ દિવસમાં અધિકતમ 6 લાખ રૂપિયાની લેવડ દેવડ કરી શકાશે. જો આપ ટ્રાવેલ સાથે જોડાયેલ કોઈ પેમેન્ટ કરી રહ્યા છો તો તે પણ એક વખતમાં 5 લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ સભર રહેશે.
આ ઉપરાંત લોન અને ઈએમઆઈના પેમેન્ટસની સીમા પણ વધારીને 5 લાખ રૂપિયાની રોજની લેવડ-દેવડ ક્રાઈ છે. એક દિવસમાં વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીનુ પેમેન્ટ કરી શકાય છે. આથી મોટી લોન કે ઈએમઆઈ ચુકવવામાં સરળતા રહેશે.