Guwahati, તા.16
આસામ પોલીસે આવકથી વધુ સંપતિના કેસમાં રાજય સિવિલ સર્વિસના અધિકારી નુપુર બોસ ની ધરપકડ કરી અને બાદમાં જયારે તેમના ઘર પર દરોડા પાડયા તો અધધધ કહી શકાય તેવો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.
બારાપેટામાં ફરજ બજાવતા આ અધિકારીના ઘરેથી દરોડા ટીમે રૂા.1 કરોડની કિંમતના સોનાના દાગીના અને રૂા.90 લાખની રોકડ જપ્ત કરી હતી. આ મહિલા અધિકારી સર્કલ ઓફિસર એટલે કે મામલતદાર જેવા પદ પર ફરજ બજાવતા હતા.
2019માં તે આસામમાં રાજય સરકારની નોકરીમાં સામેલ થયા બાદ જમીન અંગેના કેસમાં તેને મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાની શંકા જતા જ તેમના પર વોચ ગોઠવાઈ હતી. રાજયના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમા ખુદ આ કેસ પર નજર રાખતા હતા.
તેમના સુધી ફરિયાદો પહોંચી હતી અને એ ફરિયાદો આવી હતી કે તેણે હિન્દુઓની જમીન કેટલાક શરણાર્થીઓના નામે ટ્રાન્સફર કરી હતી. જેના બદલામાં મોટી રકમ મેળવી હતી. છ વર્ષમાં તેણે આ જંગી રકમનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે.