New Delhi, તા.16
સોશ્યલ મીડીયામાં નવા નવા ટ્રેન્ડ સર્જાયેલા છે અને તે લોકોમાં જબરો ક્રેઝ સર્જે છે. થોડો સમય પહેલા જ એઆઈ ચેટબોટ ચેટ જીપીટીની જીબીલી ઈમેજનો ક્રેઝ હતો. હવે ગુગલનું નેનો બનાના ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે તમારી અને મિત્રોની તસ્વીર થ્રીડી ફીગરીન મોડેલમાં બદલીને શેર કરી શકો છો અને આ ટ્રેન્ડ અત્યંત લોકપ્રિય થઈ ગયો છે.
વાસ્તવમાં ગુગલે આ ફયુચર લોન્ચ કર્યુ છે અને તેમાં નેનો બનાના થ્રીડી તસ્વીર આ ટુલ્સ એટલે કે ગુગલ જેમીનીનો ઉપયોગ કરીને બનાવી શકો છો અને તે સોશ્યલ મીડીયા પર હાલ ધુમ મચાવી રહ્યો છે જેમાં પણ હવે એક નવો પ્રશ્ન સર્જાયો છે. લોકો પોતાને થ્રીડી મોડેલ અને રેટ્રો લુકમાં બદલી રહ્યા છે. પરંતુ કોઈ તમારી તે તસ્વીરને પણ ઉપયોગ કરી શકે છે કે કેમ તે અંગે પ્રશ્ન સર્જાયો છે.
ગુગલનું કહેવું છે કે, જેમીની પર અપલોડ કરવામાં આવેલ ફોટો સલામત છે અને તે ફકત ગુગલના સર્વર પર જ પ્રોસેસ કરી શકાય છે અને તમારી મંજુરી વગર તેને થર્ડ પાર્ટી એક્સેસ કરી શકતી નથી કે તેનો ઉપયોગ પણ કરી શકતી નથી.
આમ તમારા ડેટાનો ઉપયોગ ત્યારે જ થશે જયારે તમે તેની મંજુરી આપશો. વાસ્તવમાં આ પ્રકારના આકરા નિયમો યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં અમલી છે પરંતુ નિષ્ણાંતો કહે છે કે તેમાં તમારુ લોકેશન પણ લીક થઈ શકે છે.
જેમાં તમે કોઈ મોબાઈલ અથવા કેમેરાથી ફોટો કેપ્ચર કરો તો તેની સાથે તેની ડીટેઈલ પણ સેવ થઈ જાય છે અને કયાં ડીવાઈસથી ફોટો લેવામાં આવ્યો છે. કયારે તે ટાઈમ અને તારીખ પણ કેપ્ચર થઈ જાય છે તેથી તમારું ફોટો લીક થઈ શકે છે. પરંતુ ચિંતા બીજી છે.
ખાસ કરીને આ બહેતરીન ટુલ્સ છે અને ક્રિએટીવીટી આવી શકે છે અને જનરેશન જેન જે યુવાવર્ગમાં લોકપ્રિય છે તેમને રેટ્રોસ્ટાઈલ પસંદ છે. એક મહિલાને તે બાબતમાં ગજબનો અનુભવ થયો. તેણે પોતાની તસ્વીર જનરેટ કર્યા પછી અચાનક જ જેમીનીમાં તે સાડીમાં બદલાઈ ગઈ અને તે પણ રેટ્રોફીગર સાથે જોવા મળી.
વાસ્તવમાં તે મહિલા આ પ્રકારની તસ્વીર અપલોડ કરવા માંગતી ન હતી. જો કે ટેકનીકલ નિષ્ણાંતો કહે છે કે આ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની કમાલ છે તે તમારી ડીઝીટલ ફુટ પ્રિન્ટમાંથી માહિતી ખેંચી લે છે. તમે જયારે તેને એઆઈ જનરેટેડ ઈમેજ બનાવવા કહો છો તો તમારા જુના ડેટામાંથી પણ તે તસ્વીર બનાવે છે.
તે ઈન્ટરનેટ પરથી તમારી તમામ તસ્વીરોને એનેલાઈસ કરે છે અને તેમાંથી આ પ્રકારની તસ્વીર પણ બનાવી શકે છે. ગુગલ જેમીની કહેતુ હોય કે આ નેનો બનાના ફીચર એ સલામત છે તો તેની સામે પણ હવે પ્રશ્ન ઉઠવા લાગ્યા છે.