Surendranagar, તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગાર અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર સદંતર પણે નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસવડાએ ખાસ આદેશ આપ્યા છે અને જ્યારથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલું દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે ત્યારથી સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર ધોરણે બંધ કરી નાખવામાં આવી છે.
બુટલેગરો અને જુગારધામ ચલાવતા આવારા તત્વોને કડક સૂચના આપી દઈ અને અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરી દેવા આદેશ કરવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર બ્રાન્ચ ના અધિકારીઓને પણ આ અંગે તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.
ત્યારે છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી કામગીરી માટે અન્ય જિલ્લામાં ગયા છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સુરેન્દ્રનગરમાં નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરી નાખવામાં આવી છે .
સુરેન્દ્રનગર જિલ્લામાં કુખ્યાત બુટલેગરો દ્વારા બહારથી દારૂ મંગાવી અને તેના કટીંગ કરાવી નાખવામાં આવ્યા છે જેમાં ખાસ કરી લીંબડી પાણસીણા થાન મુળી ચોટીલા સહિતના વિસ્તારોમાં દારૂના કટીંગ થઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે મોટા પ્રમાણમાં દારૂની ગાડીઓ બોલાવી અને જિલ્લા પોલીસ વડા બહારગામ ગયા હોવાના કારણે તેનો લાભ ઉઠાવવામાં આવ્યો છે.
જોકે સુરેન્દ્રનગરના જાખણ નજીક ખાનગી હોટલમાંથી એસએમસીએ દરોડા પાડી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને અંદાજિત 84 લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે પરંતુ હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ હોટલો તેમજ ખાનગી જગ્યાઓમાં વિદેશી દારૂનો વ્યાપક જથ્થો અને સ્ટોક બુટલેગર દ્વારા કરવામાં આવ્યા હોવાનો ધડાકો થઈ રહ્યો છે જિલ્લા પોલીસ વડા જિલ્લો છોડી કામ અર્થે બહાર ગયા અને તેનો લાભ બુટલેગરો અને અસામાજિક તત્વો અને પોલીસ દ્વારા પણ ઉઠાવી લેવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર એસએમસીની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બે દિવસમાં વ્યાપક દરોડા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર આવેલી ખાનગી હોટલો તેમજ વીડ વિસ્તારમાં ચેકિંગ કામગીરી અને પેટ્રોલિંગ એસએમસીની ટીમો દ્વારા વધારી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે દારૂનો સ્ટોક કરવામાં આવ્યો છે કટીંગ કરવામાં આવ્યા છે તેના ઉપર પણ દરોડા પડવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે..
ત્યારે સુરેન્દ્રનગરમાં પોલીસ વિભાગના અધિકારીઓની ટૂંક સમયમાં બદલીઓ કરવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલો દ્વારા ટૂંક જ સમયમાં પીઆઇ સહિતના અધિકારીઓની બદલીઓ કરવા આવશે ખાસ કરીને જે વિસ્તારમાં એસએમસી પડી રહી છે તે વિસ્તારના અધિકારીઓ ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ લાગી રહ્યું છે જિલ્લામાં સ્વતંત્રપણે અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે પ્રયાસો કરવામાં આવતા હોય છે પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી રહી હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે..
સતત પેટ્રોલિંગ કડક સૂચના છતાં એસએમસી પડે એ ગંભીર બાબત ગણાવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પેટ્રોલિંગ વધારવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે હાઇવે ઉપરના ગામો છે ત્યાં રાત્રિ દરમિયાન પણ બ્રાન્ચની ટીમો દ્વારા પેટ્રોલિંગ કરાવવામાં આવી રહ્યું છે અને ઝાડથી નવા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુ એ ચાર્જ સંભાળ્યો ત્યારથી પહેલી સૂચના દે હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં એસએમસીના દરોડા ન પડે તેની ખાસ તકેદારી રાખવી હવે પ્રશ્ન એ સર્જાયો કે સતત પેટ્રોલિંગ કડક સૂચના પરંતુ જિલ્લા પોલીસવડા જિલ્લાની બહાર ગયા અને તરત જ દારૂની હેરાફેરી ચાલુ થઈ ગઈ અને એસએમસીએ દરોડા પાડી દીધા એસએમસી દ્વારા પાડવામાં આવેલા નરોડા ને લઈ હવે ગંભીર બાબત જણાવવામાં આવી રહી છે ટૂંક જ સમયમાં અધિકારી ઉપર તો કાર્યવાહી થશે અને પકડાયેલા જે તત્વો છે તેમના પૂછ પરછ હાથ ધરવામાં આવશે.એસ.એમ.સીના દરોડાની વિગત છે તે ગંભીર ગણાવવામાં આવી રહી છે..
પોતાનું પોલીસ સ્ટેશન બચાવી રાખવા પોલીસે નાના-નાના દરોડા પાડી બુટલેગરને ઝડપી પાડવાના કાવતરા શરૂ કર્યા..
ટૂંક સમયમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પી.આઈ કક્ષાના અધિકારીઓની બદલી કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે જેને લઈને હાલ પોતાના પોલીસ સ્ટેશનનો બચાવી રાખવા માટે અધિકારીઓ દ્વારા ધમ પછાડા કરવામાં આવી રહ્યા છે રાજકીય આગેવાનોની પણ ભલામણો કરાવવામાં આવી રહી છે ખાસ કરીને મોટી વાત એ છે કે નાના નાના દરોડાઓ પાડી અને કામગીરી દેખાય તે પ્રકારના અધિકારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
કોઈ ચોક્કસ મોટી કામગીરી નથી કરવામાં આવી રહી માત્ર કાગળ ઉપર આંકડા પડે તે પ્રકારની કામગીરી કરી અને જિલ્લા પોલીસ વડાની નજરમાં સારા દેખાવાના પ્રયાસો અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ ટૂંક સમયમાં જ્યારે બદલીઓ થશે ત્યારે ખબર પડશે કે કયા અધિકારી ક્યાં જશે અને જે અધિકારીઓ ભલામણ કરાવશે તેનો ક્યાં સ્થાન નક્કી થશે..
પોલીસ સ્ટેશનમાં અધિકારી તરીકે ટકી રહેવા માટે રાજકીય ભલામણો શરૂ કરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ઉપર આવેલા પોલીસ સ્ટેશન ઉપર અધિકારીઓ દ્વારા ટકી રહેવા માટેના ધમ પછાડા કરવામાં આવી રહ્યા છે જે તે સમયે જિલ્લા પોલીસ વડા તરીકેનો કાર્યભાર ગિરીશ પંડ્યા સંભાળતા હતા.
તે દરમિયાન રાજકીય લોકોની ભલામણ કરી અને મલાઈ વાળા પોલીસ સ્ટેશનમાં ગયેલા અધિકારીઓ હવે નવા આવેલા પોલીસવડા ને પણ રાજકીય ભલામણ કરવાતા હોય તે પ્રકારની ચર્ચા સેહવાય રહી છે પરંતુ હાલના તબક્કામાં રાજકીય ભલામણ ને કેટલી બદલ્યો ઉપર અસર થશે તેની સામે સૌ કોઈની મિટ મંડાઈ રહી છે સારા પોલીસ સ્ટેશન અને જિલ્લામાં થાય થઈ ગયેલા અધિકારીઓ ઉપર ટૂંક સમયમાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા કમ્મરકસી અને કાર્યવાહી કરશે તેવું ચિત્ર હાલ દેખાઈ રહ્યું છે..
એસએમસીના દરોડા બાદ અધિકારી પર પણ થશે કાર્યવાહી..
એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી વધુ સમયથી થાય થઈ ગયેલા પોલીસ કર્મચારીઓની પણ ટૂંક સમયમાં બદલ્યો કરવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોય અને વહીવટ કરતા હોય તેવા તમામ પોલીસ કર્મચારીઓને સાઈડ કરવામાં આવશે અને ખાસ કરીને જે વિસ્તારમાં એસએમસીના દરોડા પડી રહ્યા છે.
તે વિસ્તારના પીઆઇ સહિતના અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની ચર્ચા સેવાઈ રહી છે નવા આવેલા પોલીસ વડા કોઈ પણ પ્રકારે જિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતિઓ ચાલવા દેવામાં નથી તેને લઈને હાલ પોલીસ ના ગજવા ઠંડા પડી રહ્યા છે અને જ્યારે જિલ્લા પોલીસ વડા જિલ્લા બહાર જાય ત્યારે તેમની ગેરહાજરીમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ કરાવી નાખી અને રૂપિયા પડાવવામાં આવતી હોવાની પણ ચર્ચા સેવાઈ રહી છે તેવા તમામ અધિકારીઓ ઉપર પણ ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે..