Surendranagar,તા,16
સુરેન્દ્રનગર જિલ્લાની ગાયનેક હોસ્પિટલો સતત વિવાદમાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાની ગાયને એક હોસ્પિટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો ધડાકો તાજેતરમાં સામે આવ્યો છે આશીર્વાદ હોસ્પિટલ હોય કે પછી સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલાની સત્યજીવન હોસ્પિટલમાં પણ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે
ગોરખ ધંધાઓ એટલા હદે ચાલી રહ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લાની ગાયને હોસ્પિટલોમાં આવતી મહિલાઓ સુરક્ષિત છે કે નહીં તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે આશીર્વાદ હોસ્પિટલમાં તો મહિલાઓને દુખાવો ઉપડે તે માટેના ઇન્જેક્શન મારવામાં આવતા હતા. ગેરકાયદેસર ડિગ્રી ધરાવતા ડોક્ટરો આવી અને મહિલાઓની સારવાર કરી અને પ્રસ્તુતિ કરાવી અને ભૃણ હત્યા સુધીની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી.
હવે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી અને આજે થાન ચોટીલા વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે જે પૈકી શેઠ દીપચાન ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ચાલતી 1944 માં સ્થાપિત થયેલી હોસ્પિટલમાંથી ગાયનેક વિભાગમાંથી વપરાશ થયેલા કોન્ડમ મળી આવ્યા છે તે એક મોટી બાબત ગણી શકાય ગાયનેક વિભાગમાં કોન્ડમ ક્યાંથી આવ્યા અને કોને વાપર્યા તે એક મોટો સવાલ છે..
હોસ્પિટલ અના ટ્રસ્ટીઓ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા નથી મળી પ્રાંત અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે પરંતુ ગાયનેક વિભાગમાંથી જ આવી ગંભીર વસ્તુઓ મળી આવે તો તે મહિલાઓ અંદર જાય ત્યારે તેમની સલામતી શું હશે તેની સામે સવા ઉભા થાય છે કારણ કે ગાયને હોસ્પિટલમાં ચેકિંગના નામે મહિલાઓને જ અંદર મોકલવામાં આવે છે અને તે જ રૂમમાંથી અંદાજિત 10 થી 12 જેટલા કોન્ડમ મળી આવ્યા છે ખાલી બોક્સ પણ મળી આવ્યા છે ત્યારે આ શું સૂચવી રહ્યું છે તેની સામે તપાસ શરૂ કરવામાં આવી રહી છે..
હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સોનોગ્રાફી મશીન અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જોકે ટ્રસ્ટી સુભાષચંદ્ર રમણીક શાહ દ્વારા સમગ્ર ભિન્નું સંકેલવા પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે અને હાલના તબક્કામાં પ્રાંત અધિકારી કડક કાર્યવાહી કરી રહી છે અને તમામ પ્રકારના જે ગર્ભવતી મહિલાઓ સાથે થતી છેડતી મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે અને જે સોનોગ્રાફી મશીન છે તેની તપાસ રજીસ્ટર નિભામણી તેમજ અન્ય મુદ્દાઓ ઉપર પણ તપાસ ચાલી રહી છે..
ગાયનેક હોસ્પિટલમાં જતી મહિલાઓ કેટલી સુરક્ષિત તે એક સવાલ – ગાયનેક હોસ્પિટલના ગોરખ ધંધાઓ સામે આવ્યા..
ગાયનેક હોસ્પિટલમાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સામે સવા ઉભા થઈ રહ્યા છે કારણકે ગાયનેક હોસ્પિટલમાં જ્યારે ગર્ભવતી મહિલાઓ ને લઈ જવામાં આવે ત્યારે તપાસમાં તેને અંદર રૂમમાં લઈ જવામાં આવે છે અને તેની સાથે અંદર શું થતું હશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે મહિલાઓ પોતાની આબરૂ બચાવવા માટે કોઈ પોતે બહાર વાત નથી પાડતી હોતી પરંતુ જ્યારે તપાસ થાય ત્યારે તેમાં મોટા ધડાકા થતા હોય છે વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે તેને સીલ કરવા અંગેની કાર્યવાહી છે તે પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે અને હાલમાં તમામ પ્રકારના પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે..
સાર્વજનિક હોસ્પિટલના ગાયનેક વિભાગ જ્યાં ગર્ભવતી મહિલાઓની તપાસ થાય છે ત્યાં કોન્ડમ મળી આવ્યા
સાર્વજનિક હોસ્પિટલ ના ગાયનેક વિભાગમાં વપરાશ થયેલા કોન્ડમ મળી આવ્યા છે શેઠ ડીપ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલના તપાસ રૂમમાંથી કોન્ડમ મળી આવતા હાલમાં ત્યાં તપાસમાં આવતી મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે આઝાદ ચોક ટાવર પાસે આવેલી આ હોસ્પિટલ છે ટ્રસ્ટ દ્વારા 1944 થી ચાલી રહી છે પરંતુ આજે દરોડા દરમ્યાનની કાર્યવાહીમાં મોટા ધડાકા થયા છે ગર્ભવતી મહિલાઓ સાથે કેવા કાંડ થઈ રહ્યા છે તે આ હોસ્પિટલમાં સામે આવી રહ્યા છે અને હાલ તપાસ શરૂ કરવામાં આવી રહી છે..