Junagadh,તા.16
આખા ગુજરાતમાં જે વિધાનસભાની વાત ચર્ચાઈ હોય તે વિધાનસભા વિસાવદર ભેંસાણના લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં લઈને આજે પૂવે ધારાસભ્ય કે જેણે ખરા અથેમા એક જનસેવાનો ભેખ ધારણ કરેલ છે એવા હષેદભાઈ રિબડીયાએ વિસાવદર શહેરના મુખ્ય ચોકનો બિસ્માર હાલતમાં રોડ જેને લઈને લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવતા હતા.વાહનવ્યવહાર માટે ખૂબ જ દુ:ખ દાયક બનેલા રોડને ચાલવા લાયક કરવા આજે ખાતમુહૂર્ત કર્યું હતું.
ટુક સમયમાં જ ધારી બાયપાસ, વિસાવદર કાલસારી રોડને પણ બનાવવામાં આવશે તેવું તેણે નિવેદન આપ્યું હતું.તેમજ મોટા કોટડાથી ભેંસાણ રોડ માટે પણ સઘન કવાયત હાથ ધરી છે.હવે વિસાવદર તાલુકાની જનતાને હષેદભાઈ જેવો જ નેતા જોઈએ તેવો એક સૂરથી અવાજ નીકળી રહ્યો છે.
હષેદભાઈ રીબડીયા સતામા હોય કે ન હોય હંમેશા સકારાત્મક ઊર્જા સાથે લોકોની વચ્ચે સાદગીભર રીતે લોકોના પ્રશ્ર્નોેના નિરાકરણ માટે કાયેરત હોય છે.આજે પણ વિસાવદરની જનતા આ ઉમદા વ્યક્તિત્વને પોતાના સાચા આગેવાન તરીકે દિલમાં રાખે છે.