રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૯.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૮૫ સામે ૮૧૮૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૭૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૩૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૬૪ સામે ૨૫૧૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૫૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૩૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કૃષિ – ડેરી ઉત્પાદનોને લઈને ભારત – અમેરિકા વચ્ચેની ડીલમાં અડચણ આવી હતી અને ત્યારબાદ, રશિયન ક્રૂડને મુદ્દો બનાવી અમેરિકાએ ભારત પર વધારાનો ૨૫% ટેરિફ હુમલાને કારણે બંને દેશો વચ્ચેની ટ્રેડ ડીલ અટકી પડી હતી. પરંતુ ફરી એકવાર તેના પર વાટાઘાટો આગળ વધી રહી છે.
અમેરિકા દ્વારા ભારત પર ૫૦% ટેરિફ લાદ્યા બાદ બંને દેશ ૧૬ સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત વેપાર મંત્રણા કરવા સહેમત થતા આ સકારાત્મક પગલાંના કારણે આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ, ભારત અને અમેરિકા વચ્ચે પાંચ રાઉન્ડમાં ટ્રેડ ડીલ મીટિંગ યોજાઈ હતી. જો કે, ટ્રમ્પના ટેરિફ હુમલા બાદ છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો રદ કરવામાં આવી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભારત – અમેરિકા ટ્રેડ ડીલ વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડશે તેવી અપેક્ષાઓએ રૂપિયાને ટેકો મળતા મંગળવારે ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે મજબૂત બન્યો હતો, જયારે પુરવઠા અંગેની ચિંતા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૬ અને વધનારની સંખ્યા ૨૫૦૭ રહી હતી, ૨૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે કોટક બેન્ક ૨.૫૫%, લાર્સન લિ. ૨.૨૮%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૨૨%, મારુતિ સુઝુકી ૧.૯૯%, ભારતી એરટેલ ૧.૮૫%, ટાટા સ્ટીલ ૧.૬૫%, એક્સિસ બેન્ક ૧.૫૩%, અલ્ટ્રાકેક સિમેન્ટ ૧.૨૮%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૪%, ઈટર્નલ લિ. ૧.૨૪%, એનટીપીસી લિ. ૧.૧૬%, અને બીઈએલ ૧.૧૩% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ ૦.૮૭% અને બજાજ ફાઈનાન્સ ૦.૬૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૮૨ લાખ કરોડ વધીને ૪૬૨.૮૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૮ કંપનીઓ વધી અને ૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં પોઝિટિવ રૂખ જોવા મળી શકે છે, કારણ કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરી શકે છે. વ્યાજદર ઘટવાથી હોમ લોન અને ઓટો લોન સસ્તા થશે, જે મિડલ ક્લાસની ખરીદી ક્ષમતા વધારશે અને રિયલ એસ્ટેટ, ઓટો અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરને સીધો લાભ પહોંચાડશે. મોંઘવારી ઉપરોક્ત અપેક્ષાઓ કરતા નીચી રહેવાની સંભાવના રોકાણકારોનું વિશ્વાસ મજબૂત બનાવશે. સપ્ટેમ્બરમાં સીપીઆઈ ૧ થી ૧.૫%ના દરમીયાન રહેવાનો અંદાજ છે, જેના કારણે વ્યાજદર કાપની વધુ શક્યતા બજારમાં તેજી લાવી શકે છે. ક્રૂડના ભાવ ઘટાડા અને ચીનથી સસ્તી આયાતના કારણે ઉત્પાદન ખર્ચ ઘટી શકે છે, જે મેન્યુફેક્ચરિંગ અને મેટલ્સ સેક્ટરને ટેકો આપશે.
જીએસટી દરોમાં ઘટાડો પણ વપરાશમાં વધારો લાવશે, ખાસ કરીને પર્સનલ કેર અને ફૂડ પ્રોડક્ટ્સ પર અસરકારક, જે એફએમસીજી અને રિટેલ સેક્ટર માટે પોઝિટિવ સિગ્નલ છે. વરસાદ સારો રહેતા ગ્રામીણ માગમાં પણ વધારો થશે. બીજી તરફ, સરકારી મૂડીગત ખર્ચમાં આગામી ત્રિમાસિકોમાં મંદીનો સંકેત છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ સેક્ટર પર થોડી અસ્થિરતા લાવી શકે છે. કુલ મળીને, ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારનો રૂખ તેજી તરફ રહેશે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળશે, જ્યારે ઈન્ફ્રા અને કેપિટલ ગુડ્સમાં સ્થિરતા સાથે નીચા દબાણની સંભાવના છે.
તા.૧૭.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૬.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૩૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૧૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૪૦૪ પોઈન્ટ થી ૨૫૪૭૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૫૦૫ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- બજાજ ફિનસર્વ ( ૨૦૯૧ ) :- બજાજ ગ્રુપની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૦૮ થી રૂ.૨૧૧૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સન ફાર્મા ( ૧૬૧૬ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૩૪ થી રૂ.૧૬૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૦ ) :- રૂ.૧૩૮૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૦ બીજા સપોર્ટથી રિફાઇનરી અને માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૯૭ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૯ થી રૂ.૧૧૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૯૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૩ થી રૂ.૧૦૧૬ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૨૦૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૦૯ આસપાસ સપોર્ટથી રૂ.૨૦૬૭ થી રૂ.૨૦૫૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓબેરોય રિયલ્ટી ( ૧૬૪૯ ) :- રૂ.૧૬૮૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૯૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૧૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૫૧૯ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- લોધા ડેવલપર્સ ( ૧૨૦૩ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૯૦ થી રૂ.૧૧૭૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૧૦૩૭ ) :- રૂ.૧૦૬૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૧૪ થી રૂ.૧૦૦૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies