Rajkot,તા.07
રાજકોટ શહેરમાં જન્માષ્ટમી લોકમેળાના તહેવારના બંદોબસ્ત વચ્ચે પોલીસે નોમને દસમને દિવસે સાંજે ખાસ ડ્રાઇવ યોજી શહેરભરમાં ચેંકીંગ હાથ ધરી છરી સાથે, દારૂ પી વાહન હંકારનારા અને દેશી વિદેશી દારૂ સાથે શખ્સોને, મહિલાઓને પકડી લીધા હતાં. જાણવા મળ્યા મુજબ છરી સાથે નીકળેલા છ શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતાં જેમાં થોરાળા પોલીસ સ્ટેશન હેઠળ યુનારાવાડ શેરી નં. ૪માં રહેતો પ્રદીપ ઉર્ફે પદીયો રણજીતભાઇ ધાધલ (ઉં.વ. ૨૨) મયુરનગર મેઇન રોડ પરથી છરી સાથે, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટર નં. ૩૩૭માં રહેતો તેજમલ સુપટાભાઇ રાઠોડ (ઉ.વ. ૩૧) ઉજન્નતિ સ્કૂલ સામેથી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળ રહેતો હરેન્દ્ર દાનાભાઇ ભીટોલ (ઉ.વ. ૪૨) શાંતિનગર પાસે થી, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ભાવનગર રોડ દશામા ચોક વિસ્તારનો રહીશ નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ સોઢા (ઉં.વ. ૩૧) ભગીરથ સોસાયટી શેરી નં. ૧૦ માંથી અને રોહીદાસપરા શેરી નં. ૧માં રહેતો રાજેશ બાવજીભાઇ ચુડાસમા (ઉ.વ. ૪૨) રોહીદાસપરા મેઇન રોડ પરથી ધારદાર છરી સાથે પકડાયા હતાં. આ ઉપરાંત આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળના સરધારમાંથી જસદણના રામળીયા ગામનો વિક્રમ મનસુખભાઇ સોલંકી (ઉ.વ. ૩૨) હરીપર જવાના રસ્તેથી ગેરકાયદેસર છરી સાથે પકડાઈ ગયો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ બેડલા ગામનો રહેવાસીહરેશ કેશુભાઈ જખાણીયા (ઉ.વ. ૨૧) પણ ખોડીયાર માતાજીના મંદિર સામેથી છરી સાથે મળી આવ્યો હતો.
બીજી તરફ દારૂ પી વાહન હંકારનારા સાત વાહન ચાલકોને પકડી લેવાયા હતાં. જેમાં થોરાળા વિસ્તારમાંથી આજી જી.આઈ.ડી.સી. ક્વાર્ટરનો રહેવાસી નાનજી શામજીભાઇ મકવાણા (ઉ.વ. ૫૮) મોટરસાયકલ સાથે, ૮૦ ફુટ રોડનો દિનેશ ભાવસિંગભાઇ પરમાર (ઉ.વ. ૫૭) સીએનજી રિક્ષા સાથે અને ટ્રેક્ટર ચોક વિસ્તારનો અનીલ ઉર્ફે વાવાઝોડુ દિલીપભાઈ મકવાણા (ઉં.વ. ૨૬) એક્સેસ મોટરસાયકલ સાથે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ રોહીદાસપરા શેરી નં. ૭ નો રહેવાસી રાજેશ બાવજીભાઇ ચુડાસમા (ઉ.વ. ૩૯) સીટી સ્ટેશન પાસે જુના મોરબી રોડ પરથી મોટરસાયકલ સાથે અને ગ્રીનલેન્ડ ચોકડી ઝૂંપડામાં રહેતો સતીષ અમરશીભાઇ પરસોડા (ઉ.વ. ૨૮) મોરબી રોડ જકાતનાકા પાસેથી સ્પ્લેન્ડર સાથે દારૂ પીધેલા પકડાયા હતા.ઉપરાંત ગાંધીગ્રામ વિસ્તારમાંથી જીવંતીકાનગરનો મનીષ ગોરધનભાઈ મુલીયાણ (ઉ.વ. ૪૯) દારૂ પી સર્પાકારે સ્પ્લેન્ડર ચલાવતા, યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાંથી રૈયાગામ પામ યુનિવર્સલ એપાર્ટમેન્ટનો ચોકીદાર પ્રકાશ નેનસીંગ ઠકુલા (ઉ.વ. ૩૬) એક્સેસ સાથે, રૈયા રોડ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટનોરહેવાસી શેનસીંગ નરશીભાઇ ચૌહાણ (ઉ.વ. ૫૧) હોન્ડા શાઇનસાથે, આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળના લોઠડા ગામનો કનુ નારણભાઈ મારવાડી (ઉ.વ. ૪૮) એક્ટિવા સાથે, કોઠારીયા રોડનો યુવરાજ બાવકુભાઈ ખાચર (ઉ.વ. ૩૮) સ્પ્લેન્ડર સાથે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના મવડી ગામ તળનો વિરાજ રમેશભાઇ સોરઠીયા (ઉ.વ. ૨૪) વાવડી ગામ પેટ્રોલ પંપ નજીકથી ગ્રાન્ડ આઈ૧૦ કાર દારૂ પી હંકારતા પકડાઇ ગયો હતો.
તેમજ રૈયાધાર ધરમનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો ધનસીંગ તુલસીંગ ગરસીયા (ઉ.વ. ૩૮) રૈયાધાર મફતીયાપરા દશામાના મંદિર પાસેથી પાસ દારૂ પીધેલી હાલતમાં રખડતો મળી આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ મવડી વિસ્તારના સોરઠીયા પાર્કમાં રહેતો રોનક સુરેશભાઈ સોજીત્રા (ઉ.વ. ૨૬) વાવડી ગામ પેટ્રોલ પંપ પાસે જાહેર રસ્તા પર દારૂ પીધલો પકડાયો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલી માલધારી સોસાયટી શેરી નં. ૪ની જ્યોતીબેન ઇમરાનભાઇ નારેજા (ઉં.વ. ૨૭) ગ્રીનલેન્ડ ચોકડી માલધારી સોસાયટી ખાતે મળી આવતાં ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

