Washington,તા.17
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના અગ્રણી ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ તે એક ખતરનાક અખબાર ગણાવીને તેની સામે 15 બિલિયન ડોલરનો દાવો દાખલ કર્યો છે. ટ્રમ્પે આ અખબારને કટ્ટરવાદી ડાબેરી અને ડેમોક્રેટીક પક્ષના મુખપત્ર ગણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે ન્યુયોર્ક ટાઈમ્સ એ આપણા દેશના ઈતિહાસનું સૌથી ખરાબ અને સૌથી ખતરનાક અખબાર છે અને ડાબેરીઓનું મુખપત્ર બની ગયું છે.
ટ્રમ્પે 15 બિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો આ અખબાર પર કર્યો છે. ટ્રમ્પે તેના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું છે કે આ અખબારે હંમેશા કમલા હારીસને ટેકો આપ્યો છે તેના પ્રથમ પાના પર કાયમ તેનો ફોટો આવતો હતો અને એક સૌથી મોટું ગેરકાનુની કમ્પેઈન તેણે હારીસ માટે છેડયું હતું.
ટ્રમ્પે દાવો કર્યો કે ન્યુયોર્ક ટાઈમ્સે તેના અને તેના કુટુંબ સામે ખુલ્લેઆમ જુઠાણા ફેલાવ્યા છે. મારી છબી બગાડવા કોશીશ કરી છે પણ હવે તે બંધ થવું જોઈએ. ટ્રમ્પે ફલોરીડામાં આ દાવો દાખલ કર્યો છે. તેઓએ દાવો કર્યો ભૂતકાળમાં એબીસ, ડિઝની અને સીબીએસ સામે તેઓએ સફળ દાવા કર્યા જ હતા.