Gondal,તા.17
SGFI સ્કૂલ ગેમ્સ અંતર્ગત તાજેતર માં ગોંડલ મુકામે જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈહતી. જેમાં ગોંડલની પાર્થ સ્કૂલના ખેલાડીઓએ અંડર 14 વિભાગમાં ઉત્તમ પ્રદર્શન કરતા જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.
રાઠોડ જયપાલસિંહ, ખુંટ નવ્ય, વાળા હિત, ધામેલીયા ધ્રુવ અને ચાવડા દિવ્યરાજ એમ કુલ પાંચ ખેલાડીઓ અને અંડર 17 વિભાગમાં રમતના આધારે સિધ્ધપુરા જેનીશ અને સરવૈયા આર્યન એમ કુલ બે ખેલાડીઓ રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા. આ તકે શાળા સંચાલક અખિલેશ ત્રિવેદી , જીગ્નેશ ત્રિવેદી કોચ ઋષિ સર તથા સમગ્ર શાળા પરિવારે વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.