Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»fake visa પર Canada જવાનો પ્રયત્ન કરનારા ગુજરાતીની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ
    અમદાવાદ

    fake visa પર Canada જવાનો પ્રયત્ન કરનારા ગુજરાતીની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૪

    ગુજરાતીઓનું વિદેશમાં જવાનું ઘેલું એટલું છે કે તેના માટે તેઓ કોઈ કાયદાની તમા કરતા નથી. આવા જ એક અમદાવાદીએ ૨૦૧૯માં મુંબઈથી કેનેડામાં વિઝિટર વિઝા દ્વારા જવાના નિષ્ફળ પ્રયત્ન પછી ૨૦૨૪માં દિલ્હીથી ગેરકાયદેસર રીતે જવાનો પ્રયત્ન કર્યો હતો.

    ઈમિગ્રેશન બ્યૂરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના રાણીપ વિસ્તારમાંથી ક્રુપેશ પટેલ તરીકે ઓળખાતા એક વ્યક્તિને ૨૨ ઓગસ્ટના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી અને છેતરપિંડી કરવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો.

    “પટેલે ડિપાર્ચર ક્લિયરન્સ મેળવવા ઇમિગ્રેશન સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો. તે ફ્લાઇટ એઆઇ ૧૮૭ પકડવાનો હતો અને તેના વિદેશ જવાના સમર્થનમાં ૭૩૧૬૯૬૬૭૨ નંબર સાથે કેનેડિયન વિઝા રજૂ કર્યા. પટેલના પ્રવાસ દસ્તાવેજોની ચકાસણી દરમિયાન તેના કેનેડિયન વિઝાની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, ” એમ દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પોલીસમાં નોંધાયેલી એફઆઇઆરમાં જણાવાયું છે. એફઆઈઆરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “વિઝાના શંકાસ્પદ સ્વભાવને કારણે આ બાબત કેનેડિયન અધિકારીના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ,એએલઓએ ઈમેલ દ્વારા પુષ્ટિ કરી કે પટેલના કબજામાં રહેલા વિઝા નકલી હતા.”

    દિલ્હીમાં આઇજીઆઇ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે પટેલને અગાઉ ૧૦ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ મુંબઈ એરપોર્ટ પર કેનેડા જતી ફ્લાઈટમાંથી બોર્ડિંગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને મુંબઈ પોલીસમાં બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો. બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા આ માહિતીને સમર્થન આપવામાં આવ્યું છે. “મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે પટેલે તે જ નકલી કેનેડિયન વિઝિટર વિઝાનો ઉપયોગ કરીને કેનેડા જવાનો પ્રયાસ કર્યો હતો,” એમ દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પોલીસમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં જણાવાયું હતું. દિલ્હી પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે જામીન પર છૂટ્યા હોવા છતાં અને મુંબઈમાં ચાલી રહેલી ટ્રાયલનો સામનો કરવા છતાં, પટેલે દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પરથી સમાન બનાવટી વિઝા પર મુસાફરી કરવાનો પ્રયાસ કરવાની જબરી હિંમત કરી હતી.

    દિલ્હીના કાયદા અમલીકરણ અધિકારીઓ હાલમાં પટેલને નકલી વિઝા આપનાર વિઝા એજન્ટને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.આઇજીઆઇ એરપોર્ટ સત્તાવાળાઓએ પટેલ પર પાસપોર્ટ એક્ટ હેઠળના આરોપો ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા હેઠળ છેતરપિંડી, બનાવટી અને બનાવટી દસ્તાવેજોને અસલી તરીકે રજૂ કરવાની જોગવાઈઓ હેઠળ આરોપ મૂક્યો છે.

     

    Arrested Canada Delhi airport fake visa
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025
    અમદાવાદ

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025
    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.