Gondal, તા. 17
ગોંડલની ગૌસેવા સંસ્થા રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટના એક કાર્યકર ને ફોન કરી કુતિયાણા થી બોલું છું બીમાર ગાયો માટે માંડવી નો પાલો આઇશર ગાડી ભરીને આવું છું જામકંડોરણા પોચ્યો છું હું આની પેલા ત્યાં આવી ગયેલો છું. ગૌશાળા જોઈ છે પાલો સારો છે તે ક્યાં ઉતારવો છે. આમ વારંવાર ફોન કરી કાર્યકર ને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે ડિઝલ માટે 1000 રૂ મોકલશો તેવી વાત કરી યુપીઆઇ સ્કેનર મોકલી પેમેન્ટ આપવાનું કહ્યા બાદ 1000 નું પેમેન્ટ કાર્યકર એ કરી આપ્યું હતું.
બાદમાં ગાડી તેમજ પાલો ના આવતા કાર્યકર દ્વારા અજાણ્યા શખ્સ ને ફોન કરાયા હતા.પણ શખ્સ દ્વારા ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.
સાયબર ક્રાઇમ થયાની જાણ થતાં ઓનલાઈન સાયબર ક્રાઇમ માં ફરિયાદ કરવામાં આવી હતી.
યુપીઆઇ આઇડી પરથી નંબર મેળવી તેના પર ફોન કરતાં જાણવા મળ્યું કે તે ફ્રોડ કરનાર વ્યક્તિ ગોંડલ નો રહેવાસી છે અને તેના દ્વારા કોલેજ ચોક માં આવેલ બેંકિંગ તથા અન્ય સુવીધા ચલાવતા શ્રીએન્ટરપ્રાઇઝનું સ્કેનર મોકલી રોકડા રૂપિયા ત્યાં થી મેળવી લીધા હતા.અહી આધાર કાર્ડ લીધું ના હોવાથી અને કેમેરા બરોબર ચાલતા ના હોવાના કારણે તે વ્યક્તિ ની ઓળખ મેળવવી મુશ્કેલ બની હતી.
ગૌસેવક અને ટ્રસ્ટ સંચાલક જયકરભાઇ જીવરાજાની એ આ બનાવ અંગે કહ્યુ કે રકમ નાની છે પરંતુ ગાયો ના સેવા ના નામે થયેલ છેતરપિંડી ઓનલાઇન ફ્રોડ તમામ ગૌશાળા ના સંચાલકો માટે ચેતવણી રૂપ કિસ્સો છે અને પોલીસ તપાસ કરી એવા બનાવ વધુના બને તે જરૂરી છે.