Una,તા.17
ઉનાના મેણ ગામે માનસિક પિતા ની માલીકી નીજમીન સાડાત્રણ વિધા તેનાજ નજીક ના એક વ્યક્તિ એ સાથે રહી દસ્તાવેજ કબ્જા વગર કરાવી લેતા આબાબતેકોર્ટ મા કેસ ચાલતો હોય તે દરમિયાન એ જમિન અન્યએક શખ્શે વેચાણ રાખી ત્રીજી પાર્ટી ને વેચાણ દસ્તાવેજ કરી દેતા હાલ આ જમીન મુળ માલીક ના પત્ની પુત્ર ના કબ્જા હેઠળ વાવેતર કરતા હોય તે દરમિયાન વાસોજ ના નામાંકિત શખ્શે અને તેની સાથે ના અન્ય બે શખ્શો જમીન નો દાદાગીરી કરીને કબજે લેવા જતા મુળ જમીન માલીક ના પુત્ર સાઈડ મા ઉભો હોય તેના પગ પર ટ્રેક્ટર નો મોરો અથડાવી પછાડી મારમારી જમીન ખાલી કરી દેવા ધમકી આપ્યા અંગે પોલીસ મા ફરીયાદ નોંધાવી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉના ના મેણ ગામે રહેતા યુસુફભાઈઈબ્રાહિમ ભાઈ મધરા સંધી ના પિતા માનસિક સ્વાસ્થ્ય હોયતેની માલિકી ની સાડાસાત વિધા જમીન મેણ ગામે આવેલ છે.
તેમાં યુસુફભાઈ તેમજ તેમની માતા ખેતમજૂરી કરી વાવેતર કરતાં હોય આ જમીન તેનાજ નજીક ના સંબંધી એ ઈબ્રાહિમ ની માનસિકતા નો લાભ ઉઠાવી થોડા વર્ષ પહેલા પરિવાર ની જાણ બહાર વેચાણ દસ્તાવેજ કરાવી દીધો હતો અને ત્યાર બાદ અન્ય એક વ્યક્તિ એ આ જમીન કબ્જા વગર વાસોજ ગામ ના ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી ને વેચાણ આપતા આ જમીન અંગે ફરીયાદી એ કોર્ટ મા દાવો દાખલ કરેલ હોય અને વિવાદ ચાલતો હોય તેમ છતાંય ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી સહિત ત્રણ શખ્શો ટ્રેક્ટર લઇ આવેલા અને ફરીયાદી પોતાની વાડી પાસે મોટરસાયકલ મા પેટ્રોલ ખાલી થઈ જતા પેટ્રોલ લઈ જતો હોય બપોર ના સમયે મેણ ગુંદાળા રોડ ઉપર ટ્રેક્ટર ના મોરા નો ભાગ યુસુફભાઈ ના પગ સાથે અથડાતા નીચે પડી જતાં માથા નાપાછળ ના ભાગે ઈજા થયેલ ત્યાર બાદ ટ્રેકટર માથી નીચે ઉતરી લોખંડના પાઇપો લઈ ત્રણ શખ્શો કહેવા લાગેલ કે, આ જમીન માથી તારો કબ્જો ખાલી કરી દેજે નહીતર અમે તને જીવતો મારી નાખીશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ ઈજાગ્રસ્ત યુવાન ને તાત્કાલિક 108 મારફતે સરકારી હોસ્પીટલ ઉના મા સારવાર મા લાવતા વધુ સારવાર અર્થે ખાનગી ટ્રસ્ટ ની હોસ્પિટલ મા દાખલ થતા ધર્મેન્દ્રગીરીગોસ્વામી સહિત ત્રણ શખસો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઇબ્રાહીમભાઈ જુસબભાઇ મંધરા માનસીક બીમાર હોય તેની માલિકીની મેણ ગામની સર્વે નંબર 41 પૈકી સાડા-સાત વિદ્યા જમીન છે.જે જમીન ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી એ કોઇ પણ જાતના કાવા-દાવા કરીને દસ્તાવેજ કરી ખરીદ કરેલ હોય જે જમીન નો કબજો છેલ્લા વિસ વર્ષથી ફરીયાદી પાસે છે જમીન ખાલી કરાવવા ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી ના કહેવાથી મારમાર્યો હોય અને ટ્રેક્ટર નો મોરો પગ સાથે અથડાવી ધમકી આપ્યા નું પોલીસ ફરીયાદ મા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવ ના બે દિવસ પહેલા ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી એ પણ આ જમીન ના અંદર ઓરડી બનાવવા પથ્થર નાખવા જતાં યુસુફ ભાઈ તેમજ તેના અન્ય ભાઈ સહિત ત્રણ શખસો વિરુદ્ધ પોલીસ મા ધમકી આપ્યા અંગેની ફરીયાદ નોંધાવી હતી આમ જમીન બાબતે બન્ને પક્ષે પોલીસ મા ફરીયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.