Jasdan,તા.17
જસદણમાં દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિન પ્રસંગે ભાજપ દ્વારા આજ સવારથી ભરચક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે ગઈકાલે મંગળવારે જસદણ કન્યા વિનય મંદિરમાં એક સફળતાવાળો રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનું વિશ્વભરમાં નામ રોશન કર્યુ છે .
તે આઝાદી બાદ દેશનું ભારે ગૌરવ વધાર્યું છે પ્રત્યેક નાગરિકોએ આ બાબતની ખાસ નોંધ લેવી પડે એવા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અંગે શિવ મંદિરમાં સામૂહિક પ્રાર્થના કરવામાં આવી આ ઉપરાંત સ્વસ્થ ભારત સ્વચ્છતા અભિયાન જેવાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. ખાસ કરીને આટકોટ કે ડી પરવાડિયા હોસ્પિટલ ખાતે ડો. ભરતભાઈ બોધરાએ મોદીજીના જન્મદિન અવસરે દર્દીઓ માટે આજે ઓપીડી નિ:શુલ્ક બનાવી હતી.