Surendaranagar, તા.17
વઢવાણ તાલુકાના વસ્તડી પાસે ભોગાવા નદીમાં પુલ તુટયા બાદ બનાવેલુ કાચુ ડાયવર્ઝન પાકુ બનાવવા અને ભારે વાહનોની અવર જવર બંધ કરવાની કેલકટરને 9 ગામના સરપંચોએ રજૂઆત કરી છે. વઢવાણના વસ્તડી અને ચુડા વચ્ચે ભોગાવા નદીમાં પુલ તુટી ગયા બાદ પાણી ભરેલુ રહેવાના કારણે કામ ચાલુ થઇ શકતુ નથી.
બીજી તરફ તંત્ર દ્વારા ભોગાવા નદીમાં કાચુ ડાયવર્ઝન બનાવાયુ છે જે ડાયવર્ઝન પહોળુ કરવા અને પાકુ ડાયવર્ઝન બનાવવા માટે વસ્તડી, વેળાવદર, મીણાપુર, રામદેવગઢ, ભેસજાળ, ભાણેજડા, લાલીયાદ, વનાળા અને કુડલા સહિત 9 ગામના સરપંચોએ કલેકટરને રજૂઆત કરી છે.
બીજી તરફ અહીથી ભારે વાહનોની અવર જવર બંધ કરવા અને ભોગાવામાં પાણીનું લેવલ એક મીટર ઘટાડવા માટેની રજૂઆત કરાઇ છે.આમ નવા પુલનું કામ પાણી ભરેલુ છે ત્યાં સુધી ચાલુ થઇ શકે એમ નહી હોવાથી ડાયવર્ઝન ઉપર વિસ્તારના લોકો સરળતાથી અવર જવર કરી શકે એ માટે યોગ્ય વ્યવસ્થા જળવાય રહે એવી લોકોની માંગ ઉઠી છે.