Upleta. તા.17
ઉપલેટાના ખારચીયા ગામમાં રહેણાંક મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડો પાડી જુગાર રમતા 19 શખસોને મોબાઈલ અને રોકડ સહિત રૂ. 2.21 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર, એએસપી સીમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.સી પરમાર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખારચીયા ગામમાં રહેણાંક મકાનમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી મકાન માલિક હરેશ દેવશી બગડા (રહે ઢાંકની ગારી ઉપલેટા), કિશન કારા શીર(રહે ગોરખડી ગામ જામજોધપુર), જીવન રાજા ચાવડા (રહે ગોરખડી ગામ જામજોધપુર), હસમુખ નાથા વાઘેલા (રહે શેઠવડાળા ગામ), રાહુલ કરસન મકવાણા (રહે શેઠવડાળા ગામ), વિવેક રાજેશ નંદાણીયા (રહે જીરાપા પ્લોટ ઉપલેટા), જોગેશ ચંદુ પરમાર (રહે આમ્રપાલી સોસાયટી ઉપલેટા), ભરત વાલા કટારીયા (રહે ધંધુસર, વંથલી), સંજય શંકરદાસ શ્રીમાળી, જેન્તી હીરા વારગિયા, કાંતિ બાવનજી સોંદરવા, જયેશ ખીમદાસ શ્રીમાળી, પરેશ શામળદાસ ગાંજણ, વિનોદ બાવનજી સોંદરવા (પાંચેય રહે સડોદર જામજોધપુર), ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ ચુડાસમા, રમેશ ગોવિંદ વામરોટીયા, દિનેશસિંહ નવલસંગ ચુડાસમા (ત્રણેય રહે ખાખીજાળીયા ઉપલેટા), હિતેશ રવજી સોંદરવા (રહે ભોલગામડા ધોરાજી), અજીત રામજી પરમાર રહે હોળીધાર વિસ્તાર ભાયાવદર)ને જુગાર રમતા પકડી પોલીસે પટમાંથી રોકડ રૂ. 1,00,810, મોબાઈલ નંગ 13 કિંમત રૂ. 1,30,500 સહિત કુલ 2,21,310 નો મુદામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
ગોંડલમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુંઃ પાંચ શકુનીની ધરપકડ
દરોડાની વિગત મુજબ, ગોંડલ સીટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ભગવતપરામાં રહેતા સમજુબેન ઉર્ફે કાળીબેન પાચા મકવાણાના મકાનમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાન માલિક સમજુબેન ઉર્ફે કાળીબેન પાચા મકવાણા, રાહુલ ઉર્ફે સની મનસુખ રોજાસરા (રહે ભગવત પરા ધાવડીમાંના મંદિર પાસે), પુના ભાયાભાઈ સોરીયા (રહે ઘોઘાવદર ગામ), નિલેશ કનુ મકવાણા (રહે હરભોલે સોસાયટી), હિતેશ ધીરુ લાંબરીયા (રહે હરભોલે સોસાયટી) ને જુગાર રમતા પકડી પોલીસે પટમાંથી રૂ. 35,550 રોકડ કબજે કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.