Mumbai,તા.17
એશિયા કપ 2025માં આજે પાકિસ્તાન અને UAEની ટીમ ટકરાશે, જે સુપર-4માં પહોંચવાની લડાઈ છે. આ મેચમાંથી એન્ડી પાયક્રોફ્ટના સ્થાને રિચી રિચર્ડસનને મેચ રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગળવારે જ ICC એ પાયક્રોફ્ટને એશિયા કપમાંથી હટાવવાની PCBની માગ ફગાવી દીધી હતી.
જોકે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ ટુર્નામેન્ટમાં અન્ય મેચો માટે રેફરી બન્યા રહેશે, પરંતુ તેઓ પાકિસ્તાન સામેની મેચ માટે રેફરી નહીં રહેશે. આ પહેલા ભારત સામેનો હેન્ડશેક વિવાદ બાદ PCB એ પાયક્રોફ્ટને હટાવવાની માગ કરી હતી, પરંતુ ICC એ આ માગ ફગાવી દીધી હતી. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી અને નિર્ણય લીધો કે રિચી રિચર્ડસન પાકિસ્તાનની મેચો માટે મેચ રેફરી રહેશે.
પાકિસ્તાનની મેચોને છોડીને એન્ડી પાયક્રોફ્ટ એશિયા કપની બધી મેચો માટે મેચ રેફરી રહેશે. જો પાકિસ્તાન આજે UAE સામે જીતે, તો તેની સુપર-4માં પહેલી મેચ ભારત સાથે થશે.
રિચી રિચર્ડસન વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ કરી ચૂક્યa છે. 63 વર્ષીય રિચર્ડસનએ વન-ડે અને ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ ભારત સામે રમીને જ કર્યું હતું. તેણે પોતાના 13 વર્ષના ક્રિકેટ કરિયરમાં 86 ટેસ્ટ અને 224 વનડે રમીને અનુક્રમે 5949 અને 6248 રન બનાવ્યા હતા. તેના નામે ટેસ્ટમાં 16 સદી અને વન-ડેમાં 5 સદી છે.
ભારત સામે નો હેન્ડશેક વિવાદ માટે પાકિસ્તાન મેચ રેફરી પાયક્રોફ્ટને દોષી ઠેરવી રહ્યું છે. PCB દાવો કરી રહ્યું છે કે તેણે જ બંને કેપ્ટનોને હાથ ન મિલાવવાની સલાહ આપી હતી. મેચ પછી પણ સૂર્યકુમાર અને શિવમ દુબે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વિના પવેલિયન જતા રહ્યા હતા, અને કેમ્પમાંથી કોઈ પણ ગ્રાઉન્ડ પર નહોતું આવ્યું. પાકિસ્તાન vs UAE મેચ સુપર-4ની ટિકિટ છે, જેમાં વિજેતા આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થશે જ્યારે હારનાર ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. UAE એ પાછલી મેચમાં ઓમાનને હરાવ્યું હતું. અત્યાર સુધીમાં માત્ર ભારત જ 2025 એશિયા કપ માટે સુપર-4માં સ્થાન મેળવી શક્યું છે.