Mumbai,તા.17
એશિયા કપમાં પાકિસ્તાન સાથે મેચ રમ્યા છતાં તેની અકલ ઠેકાણ રાખવામાં માહિર ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે નવી શરત મુકી છે. ભારત – પાકિસ્તાન મેચ દરમિયાન મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે આ ટુર્નામેન્ટમાં બાકી રહેલી દરેક મેચમાંથી હટાવી લેવામાં આવ્યા પછી પાકિસ્તાન રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. પરંતુ ભારતે જે નવી ચાલ રમી છે, તેનું પાકિસ્તાન શું કરશે, તેનો ઉકેલ શોધવામાં તેમને પરસેવો છૂટી જશે.ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે ભારત- પાકિસ્તાન સામેની મેચ રમાઈ ત્યારે ભારતની ઉદાસીનતા જોઈ પાકિસ્તાન આશ્ચર્યચકિત થઈ ગયું હતું. ભારતે મેચ પહેલા અને પછી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જ્યારે બંને દેશોના કેપ્ટન ટોસ માટે મેદાન પર આવ્યા ત્યારે પણ હાથ મિલાવવાની પરંપરા તોડી દીધી. ટીમ ઈન્ડિયાએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને આ અંગે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. જેથી તેઓએ ભારતીય ટીમનો આ મેસેજ પાકિસ્તાની કેપ્ટનને આપ્યો હતો.
ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયન ક્રિકેટ કાઉન્સિસ (ACC)ને સ્પષ્ટ કહી દીધુ કે, જો ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે યોજાનારી ટુર્નામેન્ટમાં ફાઈનલમાં પહોંચે છે અને તે આ ટાઈટલ જીતી લે છે તો, આ ટાઈટલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે નહી સ્વીકારે. ઉલ્લેખનીય છે કે, મોહસીન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના ચેરમેન પણ છે, અને મોટી ટુર્નામેન્ટમાં રિવાજ રહ્યો છે કે ટુર્નામેન્ટના ચેરમેન વિજેતા ટીમને ટાઇટલ સોપે છે. ભારત દ્વારા આ મેસેજ ACC ને મોકલવામાં આવ્યો છે.એ પછી પાકિસ્તાને આઈસીસી પર એન્ડી પાયક્રોફ્ટને ટુર્નામેન્ટમાં તેમની બાકીની મેચોમાંથી દૂર કરવા દબાણ કર્યું હતું જેમા આઈસીસીએ સંમતિ આપી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે, આવા નિર્ણયો અગાઉથી લેવામાં આવ્યા હતા અને સંબંધિત બોર્ડને આ અંગે જાણ કરવામાં આવી છે. જેથી ટુર્નામેન્ટ દરમિયાન મેદાન પર આવી કોઈ શરમજનક સ્થિતિ ટાળી શકાય.