Mumbai,તા.17
પ્રહલાદ કક્કર જાણીતા એડ ડાયરેક્ટર છે. તેમણે ઘણા મોટા સેલિબ્રિટીઝ સાથે એડ્સ બનાવી છે. એડ ડાયરેક્ટર પ્રહલાદ કક્કરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એક સોફ્ટ ડ્રિંક એડ માટે તેમણે આમિર ખાન અને શાહરુખ ખાનમાંથી કોઈ એકને પસંદ કરવાનો હતો. તે સમયે, શાહરુખ ₹6 લાખમાં એડ કરવા તૈયાર હતો કારણ કે તેને ‘મન્નત’ ખરીદવા માટે આટલા જ પૈસાની જરૂર હતી. જ્યારે આમિર ખાન ₹25 લાખ લઈ રહ્યો હતો. તેમ છતાં, પ્રહલાદ કક્કરે પૈસાની પરવા કર્યા વિના આમિરને પસંદ કર્યો અને તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું.
ઇન્ટરવ્યૂમાં પ્રહલાદ કક્કડે જણાવ્યું, ‘આમિર ₹25 લાખ લઈ રહ્યો હતો અને શાહરૂખ તે સમયે માત્ર ₹6 લાખ લઈ રહ્યો હતો. શાહરૂખે ₹6 લાખ એટલા માટે માંગ્યા હતા કારણ કે મન્નત ખરીદવામાં તેને ₹6 લાખ ઓછા પડતા હતા. તેણે કહ્યું, ‘મારે ₹6 લાખ ઓછા પડે છે, જો તમે મને આ એડ આપી દો તો, હું ₹6 લાખમાં જ કરી આપીશ.’ મેં કહ્યું કે, ‘તું આ એડ ફિલ્મ માટે યોગ્ય નથી. મારે એક એવો એક્ટર જોઈતો હતો, જેની ઈમેજ એક્ટર જેવી હોય. પૈસાની ચિંતા નહોતી. પછી છ મહિનાના ભાવતાલ પછી આમિરે હા પાડી.’આમિર અને શાહરૂખ વચ્ચે શું ફરક હતો તે જણાવતા પ્રહલાદે કહ્યું કે, ‘બંને યુવાન હતા, ખૂબ સારા દેખાતા હતા, ખૂબ ચાર્મિંગ હતા, પરંતુ ‘કયામત સે કયામત તક’ ફિલ્મથી આમિરની ઈમેજ એક નિર્દોષ સામાન્ય છોકરાની બની હતી. એક સારો અને પ્રેમાળ છોકરાની ઈમેજ ધરાવતો હતો. મને એડ ફિલ્મ માટે આવા જ પાત્રની જરૂર હતી. શાહરૂખ પણ હતો, પરંતુ તેની ઈમેજ એટલી ક્લીન નહોતી, કારણ કે તેની પહેલી ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં તેમનું પાત્ર આમિર જેટલું ક્લીન નહોતું. આથી એડ માટે આમિરની પસંદગી કરવામાં આવી.’