Mumbai,તા.17
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ પોતાના દમ પર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ જ ઓળખ ઉભી કરી છે, હવે તે ખૂબ જ લક્ઝરી લાઈફ જીવી રહી છે. નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પછી તેના જીવનમાં એવો પણ સમય આવ્યો જ્યારે તે મુશ્કેલીઓનો સામનો રહી હતી. ચાલો જાણીએ કે અભિનેત્રીની નેટવર્થ કેટલી છે. સામંથા રૂથ પ્રભુએ વર્ષ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 4 વર્ષ પછી એટલે કે 2021માં આ દંપત્તિએ છૂટાછેડા લીધા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે નાગા ચૈતન્ય સામંથાને 200 કરોડનું ભરણપોષણ ચૂકવી રહ્યો છે, પણ આ વાતને સામંથા અફવા ગણાવી નકારી હતી. એક રિપોર્ટ પ્રમાણે અભિનેત્રી સામંથાની નેટવર્થ 101 કરોડ રૂપિયા છે. એક ફિલ્મ માટે સામંથા 3થી 5 કરોડ રૂપિયાની ફી લે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરી દર વર્ષે રૂપિયા 8 કરોડની કમાણી કરી લે છે. આ સાથે ઇન્સ્ટાગ્રામથી ખૂબ જ કમાય છે.અભિનેત્રી ઇન્સ્ટાગ્રામથી પણ પેડ પોસ્ટ કરી 20 લાખ રૂપિયાની ફી વસૂલે છે. રિપોર્ટ પ્રમાણે અભિનેત્રી પાસે 7.8 કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ અને સમુદ્ર કિનારે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ અને 3 BHK ઘર છે જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. એ સિવાય અભિનેત્રીએ રિયલ એસ્ટેટમાં રૂપિયા 9.34 કરોડનું રોકાણ કર્યું છે. છૂટાછેડા પછી સામંથાએ પૂર્ણપણે તેના કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે સિટાડેલમાં વરુણ ધવન સાથે જોવા મળી હતી. જો કે, આ બધાની વચ્ચે અભિનેત્રીને ઓટોઇમ્યુન રોગ, માયોસાઇટિસ પણ થયો હતો. પરંતુ, અભિનેત્રીએ હિંમતભેર કામ કર્યું. યોગ્ય સમયે સારવાર લઈને ફરીથી તેની કારકિર્દીનો હવાલો સંભાળ્યો.