New Delhi તા.17
વડાપ્રધાન મોદીના આજે 75મા જન્મદિવસે દેશ-વિદેશથી તેમના પર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. માત્ર પક્ષ જ નહીં, વિપક્ષના પણ અનેક નેતાઓએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે.
વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું- વડાપ્રધાન મોદીને જન્મદિન મુબારક હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લીકાર્જુન ખડગેએ એકસ પર લખ્યું- વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ.
વડાપ્રધાનને વિદેશથી પણ શુભેચ્છાઓ આવી રહી છે. મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે પીએમ મોદીને શુભેચ્છા આપતા કહ્યું- તેમને જન્મ દિવસની શુભેચ્છા આપતા આનંદ થાય છે. અમે તેમને હંમેશા તંદુરસ્ત જોવા માંગીએ છીએ. તેઓ આ રીતે ભારતનું નેતૃત્વ કરતા રહે.
માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટસે પણ પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતા લખ્યું છે- વડાપ્રધાન મોદીને 75મા જન્મદિને મુબારક બાદી. આપની સારી તંદુરસ્તીની કામના કરું છું. આપ આ રીતે મજબૂતીથી ભારતનું નેતૃત્વ કરતા રહો.