Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પીએમ મોદીએ દેશમાં વર્ષોથી પડતર સમસ્યાઓનો ઉકેલ એક ક્ષણમાં લાવી દીઘી છે.Amit Shah

    September 17, 2025

    આ વખતે નવરાત્રી ૯ દિવસને બદલે ૧૦ દિવસ કેમ લાંબી રહેશે?

    September 17, 2025

    Qatar માં ઇઝરાયલી હુમલા બાદ તુર્કી ખૂબ જ ચિંતિત છે, તેને ડર છે કે અંકારા આગામી લક્ષ્ય હોઈ શકે છે

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પીએમ મોદીએ દેશમાં વર્ષોથી પડતર સમસ્યાઓનો ઉકેલ એક ક્ષણમાં લાવી દીઘી છે.Amit Shah
    • આ વખતે નવરાત્રી ૯ દિવસને બદલે ૧૦ દિવસ કેમ લાંબી રહેશે?
    • Qatar માં ઇઝરાયલી હુમલા બાદ તુર્કી ખૂબ જ ચિંતિત છે, તેને ડર છે કે અંકારા આગામી લક્ષ્ય હોઈ શકે છે
    • Zelenskyએ સમાધાન કરવું પડશે, અને યુરોપે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે,ટ્રમ્પ
    • Trump ની યુકે મુલાકાત પહેલા સુરક્ષામાં મોટી ખામી, વિન્ડસર કેસલ નજીક બે શંકાસ્પદોની ધરપકડ
    • ભૂતપૂર્વ પતિના નવા સંબંધમાં પ્રવેશ પછી Esha Deol ફરી પ્રેમમાં પડવા માટે તૈયાર
    • પ્રેમકથાનો અંત ભાઈજાન અને ભૂતપૂર્વ Miss World બંને માટે ખૂબ જ પીડાદાયક હતો
    • Haryana Marketing Scam માં આલોક નાથને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ધરપકડ પર રોક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    Vikram RavalBy Vikram RavalSeptember 17, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૯.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૮૦ સામે ૮૨૫૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૪૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૬૯૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૩૧ સામે ૨૫૩૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૩૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૨૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકાના ટ્રમ્પ સરકારના પ્રતિનિધિ, પ્રમુખ વાટાઘાટકર્તા ભારત આવી પહોંચતા અને બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડિલની ગૂંચ ઉકેલવાના પ્રયાસો વેગ પકડતાં ટૂંક સમયમાં ભારત – અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડિલ થવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજારોમાં ફંડોએ ફરી ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી કરી હતી. ભારત સાથે ટ્રેડ ડિલ થવાની અને વધારાની ૨૫% ટેરિફને ટ્રમ્પ સરકાર પાછી ખેંચશે એવી ધારણાએ સેન્ટીમેન્ટ તેજીમય બન્યું હતું.

    ચોમાસાની સારી પ્રગતિ છતાં ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિએ ખેડૂતોને મોટા નુકશાનના અહેવાલોએ ગ્રામીણ માંગ અપેક્ષિત નહીં રહેવાના એક તરફ અંદાજો સામે જીએસટીમાં ઘટાડાનો આગામી સપ્તાહથી અમલ થવાની તૈયારી વચ્ચે ફંડો દ્વારા લેવાલી યથાવત રહેતા આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટિની બે દિવસની બેઠકના અંતે કમિટિ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી શકયતા લગભગ નિશ્ચિત બનતા વૈશ્વિક ફન્ડો ડોલરમાંથી હળવા થઈ રહ્યા હોવાને પરિણામે ડોલર ઈન્ડેકસ બે મહિનાની નીચી સપાટીએ આવતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત હુમલાને પગલે મધ્ય પૂર્વમાં અશાંતિ વધવાના એંધાણ અને રશિયા સામે વધુ પ્રતિબંધ આવવાના સંકેતોએ ક્રુડઓઈલમાં સુધારો જળવાઈ રહ્યો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ટેલિકોમ્યુનિકેશન, યુટિલિટીઝ, એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૬ અને વધનારની સંખ્યા ૨૪૦૮ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૩.૦૨%, બીઈએલ ૨.૩૬%, કોટક બેન્ક ૧.૪૩%, મારુતિ સુઝુકી ૧.૩૫%, ટ્રેન્ટ લિ. ૧.૨૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૦%, ટેક મહિન્દ્રા ૧.૦૩%, ટીસીએસ લિ. ૦.૮૭% અને ટાટા મોટર્સ ૦.૭૭% વધ્યા હતા, જ્યારે બજાજ ફિનસર્વ ૦.૯૯%, ટાઈટન કંપની લિ. ૦.૯૮%, આઈટીસી લિ. ૦.૯૩%, ટાટા સ્ટીલ ૦.૪૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૪૨%, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૨૬%, એચસીએલ ટેકનોલોજી ૦.૨૧%, અદાણી પોર્ટસ ૦.૨૦% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૨૦% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૯૨ લાખ કરોડ વધીને ૪૬૪.૭૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ક્રૂડતેલના ભાવમાં વૈશ્વિક સ્તરે થતી બેતરફી અફડાતફડી ભારતીય શેરબજાર માટે મહત્વની સાબિત થાય છે, કારણ કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત પરથી પૂરો કરે છે. હાલના પરિબળો પ્રમાણે જો ક્રૂડ ૬૦ ડોલરથી નીચે ઉતરે છે તો ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે. ઓઈલ આયાતનું બિલ ઘટવાથી કરન્સી પરનો દબાણ હળવો થશે, મોંઘવારીમાં ઘટાડો થશે અને વ્યાજદરની નીતિ માટે રિઝર્વ બેન્કને પણ વધુ લવચીકતા મળશે. આવી સ્થિતિમાં બેન્કિંગ, ઓટોમોબાઇલ, એવિએશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એફએમસીજી જેવા સેક્ટર ભારતીય શેરબજારમાં આગેવાની લઈ શકે છે.

    જો કે, વૈશ્વિક સ્તરે ઓપેક દ્વારા ઉત્પાદનમાં ઘટાડાની સંભાવના તથા રશિયા – અમેરિકા વચ્ચેની નીતિગત ખેંચતાણ ફરી ભાવમાં ઉછાળો લાવી શકે છે. આવી અસ્થિરતા ભારતીય બજારમાં શોર્ટ ટર્મ વોલેટિલિટી ઊભી કરી શકે છે, ખાસ કરીને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, મેટલ્સ અને પાવર જેવા ઈન્ડસ્ટ્રીઝ પર તેની સીધી અસર પડી શકે છે. તેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજાર માટે દિશા મોટાભાગે વૈશ્વિક ક્રૂડતેલની ચાલ અને જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ પર આધારિત રહેશે.

    તા.૧૮.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૭.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૪૨૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૨૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૩૭૩ પોઈન્ટ થી ૨૫૩૦૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૬ ) :- રિફાઇનરી અને માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૫૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૪૦૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૩૩ ) :- રૂ.૧૨૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૪ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૩ થી રૂ.૧૨૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૨૮ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૯૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૦૩૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૯૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૫૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • સન ફાર્મા ( ૧૬૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૫૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૯૭ થી રૂ.૧૫૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ટેક મહિન્દ્રા ( ૧૫૫૧ ) :- રૂ.૧૫૭૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૧૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૨૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૪૧૧ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૨૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૯૩ થી રૂ.૧૩૮૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૯૬ ) :- રૂ.૧૧૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૮૦ થી રૂ.૧૦૬૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 17, 2025
    વ્યાપાર

    આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડનો IPO 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે

    September 17, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 16, 2025
    વ્યાપાર

    આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે

    September 16, 2025
    રાષ્ટ્રીય

    GST ઘટાડાએ પ્રી-ફેસ્ટીવલ સેલની હવા કાઢી નાખી

    September 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પીએમ મોદીએ દેશમાં વર્ષોથી પડતર સમસ્યાઓનો ઉકેલ એક ક્ષણમાં લાવી દીઘી છે.Amit Shah

    September 17, 2025

    આ વખતે નવરાત્રી ૯ દિવસને બદલે ૧૦ દિવસ કેમ લાંબી રહેશે?

    September 17, 2025

    Qatar માં ઇઝરાયલી હુમલા બાદ તુર્કી ખૂબ જ ચિંતિત છે, તેને ડર છે કે અંકારા આગામી લક્ષ્ય હોઈ શકે છે

    September 17, 2025

    Zelenskyએ સમાધાન કરવું પડશે, અને યુરોપે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે,ટ્રમ્પ

    September 17, 2025

    Trump ની યુકે મુલાકાત પહેલા સુરક્ષામાં મોટી ખામી, વિન્ડસર કેસલ નજીક બે શંકાસ્પદોની ધરપકડ

    September 17, 2025

    ભૂતપૂર્વ પતિના નવા સંબંધમાં પ્રવેશ પછી Esha Deol ફરી પ્રેમમાં પડવા માટે તૈયાર

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પીએમ મોદીએ દેશમાં વર્ષોથી પડતર સમસ્યાઓનો ઉકેલ એક ક્ષણમાં લાવી દીઘી છે.Amit Shah

    September 17, 2025

    આ વખતે નવરાત્રી ૯ દિવસને બદલે ૧૦ દિવસ કેમ લાંબી રહેશે?

    September 17, 2025

    Qatar માં ઇઝરાયલી હુમલા બાદ તુર્કી ખૂબ જ ચિંતિત છે, તેને ડર છે કે અંકારા આગામી લક્ષ્ય હોઈ શકે છે

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.