Morbi,તા.17
માળિયા નેશનલ હાઈવે પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બોલેરો પીકઅપમાં અબોલ જીવોને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના નવ જીવોને ઠસોઠસ ભરીને લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને બોલેરો પીકઅપ અને પશુ સહીત ૪,૨૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા રવિરાજસિંહ શક્તિસિંહ પરમારે આરોપીઓ કરીમ મામદઅલી જત અને વાહેબ મામધહસન રહે બંને નાણા સરાડા તા. ભુજ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૧૨ સીટી ૩૨૭૮ વાળીમાં નાણા મોટા પાડા જીવ નંગ ૦૯ ભરવા પુરતી જગ્યા ના હોવા છતાં ઠસોઠસ ભરી ક્રુરતાપૂર્વક રાખી પાણી તેમજ પાડાઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા નહિ રાખી મળી આવ્યા હતા પોલીસે બોલેરો ગાડી કીમત રૂ ૪ લાખ ને પશુ જીવ નંગ ૯ સહીત કુલ રૂ ૪,૨૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે