Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 8, 2026

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે
    • Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો
    • રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ
    • રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    • દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી
    • Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત
    • American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘કેટલાંક પુરુષવાદી ગીતો થોડાં પણ લોકપ્રિય હોવા છતાં મેં ના પાડી હતી’ : Shreya Ghoshal
    મનોરંજન

    ‘કેટલાંક પુરુષવાદી ગીતો થોડાં પણ લોકપ્રિય હોવા છતાં મેં ના પાડી હતી’ : Shreya Ghoshal

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૨૦૨૫માં લિલી સિંહ સાથેની વાતચીત દરમિયાન શ્રેયાએ પોતાની કારકિર્દીમાં ગાયેલાં કેટલાક રોંચી ગીતો અંગે પણ વાત કરી હતી

    Mumbai, તા.૮

    લોકપ્રિય પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલે ફિલ્મી ગીતોમાં વાંધાજનક અથવા અશ્લીલ શબ્દોના ઉપયોગ અંગે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે પોતાની કારકિર્દીમાં કેટલાક એવાં ગીતો પણ આવ્યાં હતાં, જે ખૂબ લોકપ્રિય થયાં, પરંતુ તેમના શબ્દો કે રજૂઆતને કારણે તેણે તે ગીતો ગાવાની ના પાડી હતી. જોકે, તેનાં મતે હવે પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે.શ્રેયાએ એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોઈ ગીતને યોગ્ય કે અયોગ્ય ગણવામાં માત્ર તેના શબ્દો જ જવાબદાર નથી. તેનું કમ્પોઝિશન અને ગાવાની શૈલી પણ એટલી જ મહત્વની છે. તેણે કહ્યું, “શબ્દો એક બાબત છે, પરંતુ તેની સાથે કમ્પોઝિશન અને ગાવાની શૈલી પણ મહત્વની છે. કેટલાક એવા લોકપ્રિય ગીતો હતાં, જેમણે ખુબ સારું પ્રદર્શન કર્યું, પરંતુ મેં તેમને ગાવાની ના પાડી હતી. સદનસીબે, હવે આવા ગીતોની સંખ્યા ઘણી ઓછી થઈ છે.”શ્રેયાના જણાવ્યા અનુસાર, એક સમય એવો પણ હતો જ્યારે ફિલ્મોમાં મહિલા ગાયિકાઓ માટે મોટાભાગે એક ચોક્કસ પ્રકારનાં જ ગીતો આવતાં હતાં. તેમણે કહ્યું કે બાકીનાં ગીતો સામાન્ય રીતે પુરુષ ગાયકો માટે રાખવામાં આવતાં હતાં અથવા પછી રોમેન્ટિક ડ્યુએટ્‌સ રહેતાં હતાં.શ્રેયાએ આગળ કહ્યું કે આ સમસ્યા માત્ર ગાયિકાઓ કે અભિનેત્રીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તેનાં મતે આની પાછળ થોડી પિતૃસત્તાક અને લિંગ આધારિત માનસિકતા પણ જવાબદાર છે. જોકે, સ્વતંત્ર સંગીતના વધતા પ્રભાવને કારણે પરિસ્થિતિ બદલાઈ રહી હોવાનું તેણે જણાવ્યું. સાથે જ તેણે ઉમેર્યું કે ઇન્ડસ્ટ્રી હજુ પણ ઘણી હદે પુરુષપ્રધાન છે. આ મુદ્દે તે અગાઉ પણ ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કરી ચૂકી છે.૨૦૨૫માં લિલી સિંહ સાથેની વાતચીત દરમિયાન શ્રેયાએ પોતાની કારકિર્દીમાં ગાયેલાં કેટલાક રોંચી ગીતો અંગે પણ વાત કરી હતી. તેમાં ‘ચિકની ચમેલી’નો પણ સમાવેશ થાય છે. તેણે કહ્યું હતું કે જો આજે તેને એ ગીત ગાવાનું હોય તો કદાચ તે ગાશે નહીં.શ્રેયાએ કહ્યું હતું કે સેન્સ્યુઅલ અને સેક્સી હોવા તથા મહિલાને સંપૂર્ણપણે ઓબ્જેક્ટિફાય કરવા વચ્ચે ખુબ જ પાતળી રેખા છે. સમય જતાં તે આ બાબતે વધુ સભાન બની છે, ખાસ કરીને જ્યારે નાની છોકરીઓ ગીતોનાં અર્થ સમજ્યાં વિના આવાં ગીતો ગાતી અને તેનાં પર ડાન્સ કરતી જોવા મળે છે, ત્યારે ખરાબ લાગે છે.તેણે કહ્યું હતું કે પાંચ-છ વર્ષની નાની બાળકી જ્યારે તેની પાસે આવીને આવાં ગીતો ગાવાની વાત કરે છે ત્યારે તેને પોતાને પણ શરમજનક લાગે છે. તેનાં મતે, આ ઉંમરની બાળકી દ્વારા આવાં ગીતોના શબ્દો ગાવાં યોગ્ય લાગતાં નથી.શ્રેયા ઘોષાલનાં યાદગાર ગીતોની સફરશ્રેયા ઘોષાલે વર્ષોથી ભારતીય સંગીતપ્રેમીઓને અનેક યાદગાર ગીતોની ભેટ આપી છે. ‘જબ વી મેટ’નું ‘યે ઇશ્ક હાય’, ‘હેપ્પી ન્યૂ યર’નું ‘મનવા લાગે઼’, ‘આશિકી ૨’નું ‘સુન રહા હૈ’, ‘સિંઘમ’નું ‘સાથિયા’, ‘ઝહેર’નું ‘અગર તુમ મિલ જાઓ’, ‘બાજીરાવ મસ્તાની’નું ‘દીવાની મસ્તાની’ અને ‘અગ્નિપથ’નું ‘ચિકની ચમેલી’ તેનાં લોકપ્રિય ગીતોમાં સામેલ છે.આ ઉપરાંત શ્રેયાએ ‘સિંહ ઇઝ કિંગ’ માટે ‘તેરી ઓર’, ‘ગુરુ’ માટે ‘બરસો રે’, ‘દેવદાસ’ માટે ‘ડોલા રે ડોલા’, ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ માટે ‘બલમ સામે’ અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે ‘તુમ ક્યા મિલે’ તથા ‘વે કમલેયા’ જેવા ગીતોમાં પણ પોતાનો મધુર અવાજ આપ્યો છે. ‘બેટલ ઑફ ગલવાન’નું ‘માતૃભૂમિ’ પણ તેમના નોંધપાત્ર ગીતોમાં સામેલ છે.

    Shreya Ghoshal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHarry Potter શ્રેણીમાં કિટ હેરિંગ્ટનની ધમાકેદાર એન્ટ્રી
    Next Article Film ‘Toxic’ નાં અંગ્રેજી વર્ઝનની શરમજનક શરૂઆત થઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    ગુજરાત

    રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ

    September 8, 2026
    અમદાવાદ

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026
    મનોરંજન

    Mahendra Singh Dhoni અને Manoj Tiwari વચ્ચેનો સંબંધ ફક્ત ઓળખાણ કે મિત્રતા પૂરતો મર્યાદિત નથી

    September 8, 2026
    મનોરંજન

    Vimal Elaichi જાહેરાત દિલ્હી હાઈકોર્ટે શાહરુખ,અજય દેવગણ,ટાઈગર શ્રોફને નોટિસ સામેની અરજી પર ચુકાદો અનામત

    September 8, 2026
    મનોરંજન

    Actress Nora Fatehi કાનૂની મુશ્કેલીમાં ફસાઈ; ઉડ્ડયન કંપનીએ માનહાનિનો દાવો દાખલ કર્યો

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 19:47
    Categories
    Latest News

    09 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 8, 2026

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026

    રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ

    September 8, 2026

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026
    Search
    Main News

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક: Allahabad High Court

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 8, 2026

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.