વોન્ટેડ સૂત્રધાર પકડાયા બાદ તેની સામે ટ્રાયલ ચલાવવા હુકમ : પીડીતાને સાત લાખનું વળતર ચૂકવવા હુકમ
Rajkot ,તા.17
શહેરમા રહેતી 16 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના ગુનાના કેસની સુનાવણી દરમિયાન મુખ્ય આરોપી દિવ્યેશ મકવાણા ચાલુ ટ્રાયલ દરમિયાન નાસી ગયેલ હોય તેઓને નાસતા ફરતા જાહેર કરી ચેતન ગોહિલ અને પિયુષ મેઘનાથ સામે કેસ ચાલી જતા અદાલતે મદદગારી કરનાર બે શખ્સને 10 10 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે પીડિતાને સરકારશ્રીની યોજનાઓ મુજબ 7 લાખનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે જ્યારે નાસી છૂટેલા સૂત્રધાર ને ફરારી જાહેર કરવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ શહેરના પ્ર.નગર વિસ્તારમાં રહેતી 16 વર્ષની રહેતી સગીરા ને દિવ્યેશ મકવાણા નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારીયાની અંગેની મદદગારી કરનાર દિવ્યેશના મિત્ર ચેતન ગોહિલ અને પિયુષ મેઘનાથ સહિત શખ્સો સામે પીડીતાના વાલી એ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદ પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા બાદ તપાસની દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા પોકક્ષો કોર્ટમાં કેસ ચાલવા પર આવ્યો હતો. ત્રણે શખ્સ જામીન પર મુક્ત થયા હતા.આ કામ ના મુખ્ય આરોપી દિવ્યેશ મકવાણા ચાલુ ટ્રાયલ દરમિયાન નાસી ગયેલ હોય તેઓને નાસતા ફરતા જાહેર કરવામાં આવેલ હતો. બાદ ચેતન ગોહિલ અને પિયુષ મેઘનાથ સામેની કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતીજેમાં સરકાર પક્ષે 15 થી વધુ દસ્તાવેજી પુરાવાઓ તથા ભોગબનનાર ફરિયાદી ડોક્ટર અને પંચ તેમજ તપાસનીશ અધિકારી 8 જેટલા સાહેદો ની જુબાનીઓ લેવામાં આવેલી તમામ સાહેદો અને દસ્તાવેજી પુરાવા ને ધ્યાને લેતા ચેતન ગોહિલ અને પિયુષ મેઘનાથ સામે પુરાવો વધુ મજબૂત થયેલો અને બંને આરોપી એ ગુન્હા માં મહત્વ ની ભૂમિકા ભજવેલા નું કોર્ટ ના રેકર્ડ પર આવતા આ તમામ બાબતો ને ધ્યાન માં લેતા ચેતન ગોહિલ અને પિયુષ મેઘનાથ સામે ના કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સફળ થયેલ હોય અને મદદનીશ સરકારી વકીલ આબિદ સોસન ની ધારદાર દલીલને ધ્યાને લેતા આ કામના મદદગારી કરનાર ચેતન ગોહિલ અને પિયુષ મેઘનાથ સહિત બંને આરોપીને સ્પેશિયલ પોકસો જજ વીએ રાણા આ કામ ના આરોપીઓ ને 10 વર્ષ સખ્ત કેદ ની સજા અને 5 હજાર નો દંડ તેમજ ભોગબનનાર ને વિક્ટિમ વળતર યોજના માંથી સાત લાખ નું વળતર ચૂકવવાનો હુકમ કરેલો આ કામ ના મુખ્ય આરોપી દિવ્યેશ મકવાણા પકડાયા બાદ તેની સામે ટ્રાયલ ચલાવવાનો હુકમ કરવામાં આવેલ સદરહુ કામમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન રોકાયેલ હત