મેટોડાના ખીરસરામાં ભરનિંદ્રામાં વૃદ્ધાને ઝેરી જનાવર કરડતા મોત
Rajkot ,તા.17
સૌરાષ્ટ્ર માં ભાદરવા ના તપતા દિવસોમાં ઝેરી જનાવરોનો ઉપદ્રવ વધ્યો હોય તેમ વિરમગામ માં વાડીએ ખેતી કામ કરતી વખતે અને ખીરસરા ગામે પથારીમાં સુતેલી મહિલાઓ નેઝેરી જનાવર કરી જતા સારવાર કારગત નિવડે તે પહેલા જ મોત નીપજયાના બનાવો નોંધાયા છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આટકોટ પોલીસ મથકની હદમાં આવેલ વિરમગામ માં રહેતા ધર્મિષ્ઠાબેન ભાવેશભાઈ વેકરીયા ૩૨ ગઈકાલે ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે પગમાં ઝેરી જનાવર કરડી જતા બેભાન હાલતમાં પ્રથમ કે ડી પી હોસ્પિટલ બાદ ગોંડલ લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં જ મોત નિપજ્યું હતું આ અંગે આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે ઝેરી જનાવર કરડી જવાથી મોતના અન્ય બનાવમાં મેટોડા નાખી ખીરસરા ગામે રહેતા અમીનાબેન ઉમરભાઈ ૬૦ ગત રાત્રે પોતાના ઘેર સૂતા હતા ત્યારે પથારીમાં કોઈ ઝેરી જનાવર સાપ કરડી જતા સારવાર મળે તે પહેલાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ના તબીબો એ મૃત જાહેર કર્યા હતા અમીના બેન ના પતિ ગુજરી ગયા બાદ બે પુત્રો સાથે અમીનાબેન રહેતા હતા આગે મેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે