ફિલ્ડ કિંગ પોલીમર્સના રણજીત પોપટને દોઢ વરસની જેલ અને વળતર ના હુકમ સામે સેશન્સ કોર્ટમાં દાદ માંગી હતી
Rajkot ,તા.17
શહેરની ફિલ્ડ કિંગ પોલીમર્સ નામની પેઢીના સંચાલક રણજીત પોપટને ચેક રિટન કેસમાં દોઢ વરસની સજા અને વળતર ના હુકમ સામે કરેલી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના અંબિકા ડાયસ્ટફ નામની પેઢી અને ફિલ્ડ કિંગ પોલીમર્સ વચ્ચે થયેલા વહેવાર ની ચુકવણી પેટે આપેલો રૂપિયા 10.20 લાખનો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ફિલ્ડ કિંગ પોલીમર્સ પેઢીના રણજીત પોપટને દોઢ વર્ષની સજા અને 10.20 લાખ બે માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ પોલીમર્સ પેઢીના રણજીત પોપટે
ડીસ્ટ્રીકટ કોર્ટમાં સમક્ષ અપીલ રજુ કરેલ જે અપીલ માં કોર્ટ દ્વારા મુળ ફરિયાદી અને અપીલ કામના સામાવાળાને નોટીસ બજતા સામાવાળા અંબિકા ડાયસ્ટફ હાજર થયેલ ત્યાર બાદ અપીલ ના કામે વિગતવાર દલીલ થયેલ અને મુળ ફરિયાદી ની દલીલો ને ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ અને સેન્સન જજ ધર્મેન્દ્રસિંધ એ ટ્રાયલ કોર્ટ નો હુકમ કાયમ રાખી હુકમ તારીખથી દિવસ સાત મા મુળઆરોપ ને ટ્રાયલ કોર્ટ સમક્ષ સરેન્ડર થવા હુકમ ફરમાવેલ હતો આ કામે મુળ ફરિયાદી અંબિકા ડાયસ્ટફ વતી રાજકોટના જાણીતા શેઠ એસોસિએટસના એડવોકેટ ધર્મેશ નાનાલાલ શેઠ, હિત ધર્મેશભાઈ શેઠ, અંકુર ધર્મેશભાઈ શેઠ અને કેવલ જયંતકુમાર પુરોહિત રોકાયેલ હતા.