New Delhi,તા.18
આગામી તા.22થી દેશભરમાં જીએસટીના નવા ઘટાડાયેલા દરો લાગુ થશે અને આમ લોકોના રોજબરોજના વપરાશની અને મહત્વની ખરીદીમાં સામેલ થતી 400 જેટલી ચીજવસ્તુઓ પર કાંતો ઝીરો ટકા અથવા તો 5% જેવો નીચો જીએસટી દર લાગુ થશે અને લોકોને મોટી રાહત થશે તેવી ઢોલ વગાડીને કરાતી જાહેરાત બોદી પુરવાર થાય તેવા સંકેત છે.
તા.22થી પ્રારંભ થઈ રહેલા જીએસટી નવા ઘટાડેલા દર અંગેનું જાહેરનામુ સરકારે બહાર પાડયું છે. જેમાં હવે હાલ જે સ્ટોક રીટેલ માર્કેટથી કંપનીઓની સપ્લાય ચેઈનમાં છે તેવા જીએસટીના નવા દરો સાથેની મહતમ વેચાણ કિંમત પ્રદર્શિત કરતું સ્ટીકર કે સ્ટેમ્પ પેકીંગ પર લગાવવામાંથી તા.31 ડિસેમ્બર સુધી છુટ આપી છે.
જેનો મતલબ એ છે કે રીટેલથી કંપનીઓ હાલ જે આઈટમમાં જીએસટીના નવા દરથી ભાવ ઘટાડો તા.22થી અમલી બની રહ્યા છે તે પેકીંગ પર ગ્રાહક જોઈ શકશે નહી પણ સરકારે રીટેલ-ઈન્વોઈસ એટલે કે વેચાણ સમયે જે બિલીંગ થાય છે તેવા જૂના-નવા જીએસટી દર પરનો ઘટાડો દેખાડીને આખરી બિલીંગમાંથી આ તફાવત જે ગ્રાહકને લાભ થયો છે તે પ્રદર્શિત કરાશે.
હવે કંપનીઓ નવા પેક જયારે બજારમાં મુકે તે સમયે જ તેમાં નવા જીએસટી દર સાથેની એમઆરપી જોવા મળશે. અગાઉ સરકારે જાહેર કર્યુ હતું કે કંપનીઓની રીટેલ સુધી નવા દરો પછીથી એમઆરપી પેકીંગ પર અલગ સ્ટીકરથી પ્રદર્શિત કરવાની રહેશે. તા.21ના મધરાત બાદ નવા દર અમલી થઈ રહ્યા છે.
સરકારે વારંવાર દાવો કર્યો છે કે સાબુ, બીસ્કીટ, ટુથપેસ્ટ, કપડા, જૂતા, દવાઓ વિ. પર તેણે જીએસટી ઘટાડીને પ્રજાને મોટી બચતની તક આપી છે તથા મોંઘવારીમાં પણ રાહત મળશે.
સરકાર હવે એવો દાવો કરે છે કે ઉત્પાદકોએ નવા-જુના ભાવોમાં તફાવત છે તે અખબારી સહિતની જાહેરાતોથી લોકોને પણ થાય તે નિશ્ચિત કરવું પડશે પણ તે એક પર નહી હોય. હવે કંપનીઓ આ ભાવ તફાવત દેશભરમાં પ્રિન્ટ સહિતના માધ્યમોથી જાહેરાતનો મોટો ખર્ચ કરશે કે કેમ તે પ્રશ્ન છે તો બિલીંગના નવા દર અંગે સોફટવેર અપડેટ થતા પણ સમય લાગશે.