Dehradun, તા.18
ઉતરાખંડમાં ચાલુ વર્ષે કુદરતી દુર્ઘટનાઓની હારમાળા સર્જાઈ છે ત્યારે ચારધામ યાત્રા માટેની હેલિકોપ્ટરને સેવાને સુરક્ષિત બનાવવા માટે આકાશી ઉંચાઈ નિયત કરવામાં આવી છે. ડીરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવીએશન દ્વારા ચારેય ધામ માટેની હેલિકોપ્ટરની ઉડાન માટેની ઉંચાઈ નકકી કરવામાં આવી છે.
કેદારનાથમાં હેલિકોપ્ટર મહતમ 11,600 ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકશે બદ્રીનાથ માટે 10,500 , ગંગોત્રી માટે 8,300, અને યમુનોત્રી માટે 8500 ફૂટની ઉંચાઈ ઉડાન નિર્ધારીત કરવામાં આવી છે.
ચારધામ યાત્રા માટે નવા ઉડ્ડયન માર્ગ, ક્રોસઓવર પોઈન્ટ હેલીપેડ સંચાલન તથા યાત્રી સુરક્ષા માટેના નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે.હેલિકોપ્ટર સુવિધા સુરક્ષિત બની રહે તે માટે આ નિર્દેશો આપવામાં આવ્યા છે.
હવામાન ખરાબ હોઈ ત્યારે હેલિકોપ્ટર સંચાલન માટે વૈકલ્પિક માર્ગ અપનાવવો પડશે યાત્રા દરમ્યાન પર્વતીય વિસ્તારમાં પર્યાપ્ત અંતર જાળવવાનું રહેશે.ક્રોસ ઓવર પોઈન્ટ પણ નિશ્ચિત કરવામાં આવ્યા છે.
હેલિકોપ્ટરના પાર્કીંગ માટે પણ નવા દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. ભારે પવન હોય ત્યારે હેલિકોપ્ટરનાં ટેકઓફની મનાઈ ફરમાવવામાં આવી છે. બાળકો અને વૃદ્ધો માટે હેલિકોપ્ટરમાં જગ્યા પણ નિશ્ચિચ કરવામાં આવી છે. હેલિકોપ્ટર પાયલોટ માટે પણ સુરક્ષાનાં નિયમો ઘડવામાં આવ્યા છે.