Surendranagar, તા.18
દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે. જોરાવરનગરની ખુબજ જાણીતી સેવાભાવી સંસ્થા પ્રવિણચંદ્ર મૂળવંતરાય આચાર્ય દ્વારા કર્મણ્યે ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી જોરાવરનગર પ્રવિણચંદ્ર મૂળવંતરાય આચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના સ્થાપક અને અધ્યક્ષ દુષ્યંતભાઈ આચાર્ય દ્વારા એક કાર્યક્રમનું આયોજન જોરાવરનગર પે સેન્ટર શાળા નંબર.7 માં કરવામાં આવ્યું.
જે અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાંથી દર મહિને એક અધ્યાય ઉપર અલગ અલગ સંસ્થાઓમાં પ્રવચન આપવામાં આવશે.જેનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ, સાહિત્યકાર, સમાજ સેવક, મનોજભાઈ પંડ્યા એ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
સંસ્થાની પ્રવૃતિઓ અને આ પ્રોજેક્ટ વિશે આચાર્ય દુષ્યંતભાઈ એ વિગતે વાત કરી હતી.કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય નારણ ભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કર્મણ્યે ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓ ને બોલપેન અને પેન્સિલ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.