Junagadh તા.18
જુનાગઢ જીલ્લામાં ત્રણ અપમૃત્યુના બનાવો નોંધાયા હતા. જેમાં વિસાવદરના જાંબુથાળા ગામના રહીશ સલીમભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ મકરાણી (ઉ.45)ને ફોરેસ્ટ ખાતા દ્વારા વારંવાર નોટીસ અપાતી હતી જે માનસીક ત્રાસથી કંટાળી જઈ જાંબુથાળા ગામે ઝેરી દવા પી લેતા મોત નોંધાયુ હતું. વિસાવદર એસ.એન. સોનારે તપાસ હાથ ધરી છે.
મહિલાએ ગળેફાંસો ખાઈ લેતા મોત
હિતેષભાઈ બીજલભાઈ યાદવ (ઉ.35)એ ગત તા.17-9ના ગળેફાંસો કાઈ લેતા મોત નીપજયું હતું. તેઓને તેર વર્ષથી માનસીક બીમાર હોવાનું જણાવાયું હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
કેશોદના બાલાગામના રહીશ મહેશભાઈ જીવાભાઈ માકડીયા (ઉ.35)ને આર્થીક તંગીના કારણે કંટાળી જઈ ગઈકાલે બપોરના તેમના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.