Junagadh, તા.18
માણાવદર વંથલી રોડ પર રાત્રીના ટ્રક ચાલકે બાઈકને હડફેટે લઈ લેતા એક યુવાનનું મોત થયું હતું. એક યુવાનને ગંભીર ઈજા થતા જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો. માણાવદરના બહારપરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ ખંઢેરા અને દિપકભાઈ હમીરભાઈ ચુડાસમા રાત્રીના બાઈક પર વંથલીથી માણાવદર પરત આવી રહ્યા હતા.
ત્યારે નરેડી નજીક આવેલા મંદિર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લઈ લેતા બન્ને યુવાનો ફંગોળાઈ ગયા હતા. જેમાં ભાવેશભાઈ ચંદુભાઈ ખંઢેરાના માથામાં ગંભીર ઈજા થવા પામેલ અને દિપકભાઈ હમીરભાઈ ચુડાસમાને પગમાં ગંભીર ઈજા થવા પામ હિતી.
બન્ને 108માં માણાવદર સરકારી હોસ્પીટલમાં લઈ જવાતા ભાવેશભાઈને મૃત જાહેર કરાયા હતા. જયારે દિપકભાઈને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરાયા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ભાગી છુટયો હતો. માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ બસ સ્ટેશન પાછળ ગીરીરાજ સોસાયટી નોબલ સ્કૂલની પાસે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા સચીન લક્ષ્મીદાસ દલાલ (ઉ.37)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.9-8-25થી 28-8-25 દરમ્યાન રહેણાંક બંધ મકાનમાં કોઈ અજાણ્યા ઈસમે પ્રવેશી સોના ચાંદીના દાગીના રૂા.2.55 લાખ રોકડ રૂા.35 હજાર મળી કુલ રૂા.2,80,000ની મતાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા પીએસઆઈ પી.એ. જામંગએ તપાસ હાથ ધરી છે.