કેટલાંક વિવેચકોએ છબિ ખરડાવાની ધમકી આપીને પૈસાની માગણી કરી હોવાનું નિવેદન બહાર પાડ્યું
Mumbai, તા.૧૮
નડિયાદવાલા ગ્રાન્ડસન અનેટરટેઇન્મેન્ટ બોલિવૂડનું સૌથી જાણીતું પ્રોડક્શન હાઉસ છે. જે છેલ્લા ૭૫ વર્ષથી ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રે કામ કરે છે. તેમણે એક કડક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં ફિલ્મ વિવેચન બાબતે અસૈદ્ધાંતિક કામગિરી થતા હોવાની ચિંતા વ્યક્ત કરી છે. પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ સોસિયલ મીડિયા પેજ પર આ અંગે સ્પષ્ટતા કરાઈ છે અને તેમના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને સહકારના દાવા સાથે કહેવાયું છે કે કંપનીએ ક્યારેય તટસ્થ વિવેચન કે સર્જનાત્મક ટીકા અંગે વાંધો ઉઠાવ્યો નથી. નિવેદનમાં જણાવાયું છે કે તટસ્થ ટીકા ફિલ્મ માટે જરૂરે છે, તે ફિલ્મ મેકરને આગળ વધવામાં અને સર્વાંગી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તંદુરસ્તી માટે જરૂરી છે.નિવેદનમાં ખુલાસો કરાયો છે કે તાજેતરમાં તેમની સામે કેટલાંક ખંડણી અને ગેરવ્યાજબી રકમી માગણીના પુરાવા સામે આવ્યા છે. કેટલાંક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા તેમની માગણી ન સંતોષાઈ તો અમારી, ડિરેક્ટર્સ અને કલાકારોની છબિ ખરડાવવાની ધમકી સાથે પૈસાની માગણી કરવામાં આવી છે. હવે આ કામમાં સંડોવાયેલાં વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોડક્શન હાઉસ કરાયદેસરના પગલા લેવા જઈ રહ્યું છે. કંપનીએ નિવેદનમાં એવો પણ દાવો કર્યો છે કે, તેમનો હેતુ ખરા ફિલ્મ વિવેચકો અને વ્યક્તિગત વિવેચકો કે યુટ્યુબર્સ જેઓ તંદુરસ્ત ચર્ચા કરે છે, તેમના પર નિશાન સાધવાનો નથી. નિવેદનમાં કહેવાયું, “અમે ઇમનાદારીથી થતાં કામની કદર કરીએ છીએ અને દિલથી તેમના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તંદુરસ્ત પ્રક્રિયાઓમાં પ્રદાનને આવકારીએ છીએ.” આમ સર્જનાત્મક વિવેચન આવકાર્ય છે પરંતુ ધમકી અને અને અસૈદ્ધાંતિક બાબતો સામે કાયદેસરના પગલાં લેવાશે.