રામનગરના મકાનમાં જુગટુ ખેલતા પાંચ શખ્સો રૂ. 16,100 ની રોકડ સાથે ઝબ્બે
Rajkot,તા.18
શહેરમાં જુગારના બે દરોડામાં ચાર મહિલા સહીત કુલ 11 શખ્સો રૂ.36,900 ની રોકડ સાથે ઝડપાયા હતા. થોરાળા પોલીસે સત્યમ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પાડી પતા ટીંચતી ચાર મહિલા સહીત છ શખ્સોને પકડી રૂ. 19,800 ની રોકડ કબ્જે કરી હતી જયારે માલવિયાનગર પોલીસની ટીમે રામનગરના મકાનમાં જુગટુ ખેલતા પાંચ શખ્સોને રૂ. 16,100 ની રોકડ સાથે દબોચ્યા હતા.
80 ફૂટ રોડ, સત્યમ પાર્ક શેરી નંબર-1 ખાતે આવેલા લક્ષ્મીબેન સુરેશભાઈ સોલંકીના મકાનમાં હાલ જુગારનો અખાડો ધમધમી રહ્યો છે. જે બાતમી મળતાની સાથે જ થોરાળા પોલીસની ટીમ લક્ષ્મીબેન સુરેશભાઈ સોલંકીના મકાન ખાતે દોડી ગઈ હતી અને પત્તા ટીચતા મકાન માલિક લક્ષ્મીબેન સુરેશભાઈ સોલંકી, સેનાજબેન યુનુષભાઈ જૂનેજા, પાયલબેન ધર્મેન્દ્રભાઈ જાંબુડીયા, દક્ષાબેન ધરમશીભાઈ પરમાર, હસમુખભાઈ માવજીભાઈ વેકરીયા અને વિનોદભાઈ દામજીભાઈ ચનાબાબરાને રૂ. 19,800 ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ગોંડલ રોડ પાછળ આવેલ રામનગર શેરી નંબર-1માં હરેશભાઈ મનસુખભાઈ વાઢેરના મકાનમાં જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમી મળતાની સાથે જ માલવીયાનગર પોલીસની ટીમ બાતમીવાળા સ્થળે દોડી ગઈ હતી અને જુગટુ ખેલતા હરેશ મનસુખભાઈ વાઢેર, પરસોત્તમ ભગવાનજીભાઈ રૂપાપરા, અશોક ઈશ્વરલાલ દવે, પ્રવીણ માધવજીભાઈ ચાપાણી, તારેશકુમાર હિંમતલાલ દક્ષિણીને રૂ.17, 100ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.