Moscow,તા.19
વિશ્વમાં રીંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા ભૂકંપ અને જવાળામુખી ક્ષેત્રમાં આવતા રશિયાના પેટ્રોપાવલોવ્સક- કામચત્સક્રી જેને કામચટકા તરીકે પણ ઓળખાય છે. તે ક્ષેત્રમાં આજે સવારે ફરી 7.8ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તથા એક 5.8ની તિવ્રતા સાથેના અનેક આફટરશોક પણ નોંધાયા હતા.
જો કે આ ભૂકંપથી હજુ કોઈ જાનમાલની નુકશાનીના અહેવાલ નથી. આ ક્ષેત્રના ગર્વનરે જાહેર કકર્યુ કે આ દ્વીપ ક્ષેત્રમાં અગાઉ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. હજું આ ક્ષેત્રમાં એક સપ્તાહ પુર્વે જ 7.2ની તિવ્રતાના ભૂકંપ સાથે પાંચ આફટરશોક પણ નોંધાયા હતા. પેસીફીક સમુદ્ર તથા બેરીંગ સમુદ્ર વચ્ચે ઓળખાતો આ વિસ્તાર સૌથી વધુ સંવેદનશીલ ભૂકંપ જવાળામુખી ક્ષેત્ર છે.
અહીના ભૂકંપના કારણે ઉતર જાપાનના કુરસી સુધી સુનામીની શકયતા દર્શાવાઈ રહી છે. આ ઉપરાંત અલાસ્કા ક્ષેત્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહીની ભૂગર્ભ પ્લેટો અત્યંત સક્રીય ગણાય છે. 29 જુલાઈના 8.8ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
જે 2017 બાદનો સૌથી તિવ્ર ગણાતો હતો. અહીના ભૂકંપ રશિયા-જાપાન-અલાસ્કા-ગુઆમ,હવાઈ અને પેસીફીક ટાપુઓમાં સુનામી લાવી શકે છે. અમેરિકાના પશ્ચીમી ક્ષેત્રને પણ એલર્ટ પર મુકાયા છે.