New Delhi, તા.19
ઓનલાઈન શોપીંગ જેવો સરળ બની જશે હવે વીમો ઉતારવો. ઈરડાએ `બીમા સુગમ’ નામનો વીમો લોન્ચ કર્યો છે. દેશના વીમા નિયામક ઈરડાએ અધિકૃત રીતે `બીમા સુગમ’ પોર્ટલના લોન્ચીંગની જાહેરાત કરી છે. જેની મદદથી લાઈફ, સ્વાસ્થ્ય, મોટર કે કોઈપણ પ્રકારની વીમા પોલીસીની ખરીદી કરી શકાશે.
જેના દ્વારા કલેમ સેટલમેન્ટ અને પોલિસી રિન્યુઅલ પણ કરી શકાશે. આની ઘણા લાંબા સમયની રાહ જોવાતી હતી. જાણકારી મુજબ પ્લેટફોર્મનું પ્રથમ ફેઝ આ વર્ષે ડિસેમ્બરમાં લાઈવ કરવામાં આવશે.
શું છે બીમા સુગમ
► બીમા સુગમ બધા ઈુસ્યોરન્સ સ્ટેક હોલ્ડર્સ જેવા ગ્રાહકો, વીમા કંપનીઓ, ઈન્ટર મીડીયરી કે ઈુસ્યોરન્સની જાહેરાત ઈન્ટરમીડીયરી અને એજન્ટસ માટે એક વનસ્ટોપ સોલ્યુશન રહેશે.
► આનો ઉદેશ પારદર્શિતા કામકાજમાં સરળતા અને પુરી ઈુસ્યોરન્સ વેલ્યુ ચેનમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
► બીમા સુગમને લાઈફ ઈુસ્યોરન્સ કાઉન્સીલ અને જનરલ ઈુસ્યોરન્સ કાઉન્સીલનું સમર્થન મળ્યું છે.
► બીમા સુગમ ઈન્ડિયા ફેડરેશનના એમડી અને સીઈઓ પ્રસૂન સિકંદરે કહ્યું હતું કે, બીમા સુગમ જનતા અને ઈન્ડસ્ટ્રી માટે અમારો ઓથેન્ટીક ગેટ વે છે.