New Delhi,તા.19
એપલ કંપનીએ આજથી ભારતમાં નવો આઈફોન 17 લોન્ચ કરતા જ ભારતીયોમાં અભૂતપૂર્વ ક્રેઝ સર્જાયો હતો. મુંબઈ-દિલ્હી જેવા મહાનગરમાં કંપનીના સ્ટોર પર લાંબી લાઈનો લાગી ગઈ હતી. 6.3 ઈંચની મોટી સ્ક્રીન ઉપરાંત અનેક નવા આધુનિક ફીચર્સ ધરાવતા આઈફોન-17 ખરીદવા માટે મૂંબઈ-દિલ્હી સ્થિત એપલના સ્ટોરમાં ગઈસાંજથી જ લાંબી લાઈન લગાવવાનું શરૂ થઈ ગયુ હતું.
કંપનીએ પ્રિ-બુકીંગ કર્યુ હતું. એટલે લોકો પોતાનો વારો આવે તેની પ્રતિક્ષામાં છે. દિલ્હીમાં વસંતકુંજ તથા મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેકસમાં એપલ સ્ટોરની બહાર આઈફોન-17 મેળવવા લોકોએ કલાકોની પ્રતિક્ષા કરી હતી.
આઈફોન-17 ના લોન્ચીંગને ધ્યાને રાખીને કંપની દ્વારા પોતાના સ્ટોરની પણ સજાવટ કરવામાં આવી હતી. ખૂદ ટીમ કુકે આ સ્ટોર છે છતાં મુંબઈના સ્ટોરની તસ્વીર જ પોસ્ટ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઈફોન 17 ની પ્રારંભિક કિંમત 82900 છે. જયારે આઈફોન-17 પ્રોની કિંમત 1.34,900 છે. પ્રો-મેકસની કિંમત 149900 થી શરૂ થાય છે. આઈફોન-એરની કિંમત 119900 છે.