New Delhi,તા.19
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં સતત થઈ રહેલા વિલંબ પર પક્ષના રાષ્ટ્રીય નેતાઓ પાસે પણ જવાબ નથી અને ભાજપનું નેતૃત્વ જેણે આ નિર્ણય માટે જવાબદાર છે તમો કહી બોલતા નથી. ચર્ચા એવી છે કે ભાજપ-આરએસએસ વચ્ચે મતભેદો છે તેથી કોઈ નામ નકકી થઈ શકતું નથી.
તે વચ્ચે કેન્દ્રીય મંત્રી તથા અગાઉ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ રહી ચુકેલા શ્રી નીતીન ગડકરીને પ્રશ્ન પૂછાયો કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું નામ નિશ્ચિત કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે. આખરે શું ચાલી રહ્યું છે. આટલા સમયથી રાષ્ટ્રીય પ્રમુખ નિશ્ચિત કરવામાં કોશીશ થઈ રહી છે છતાં પક્ષ પસંદ કરી શકતો નથી. શું આરએસએસ સાથે સંબંધ યોગ્ય નથી!
તેનો જવાબ આપતા સ્મીત સાથે ગડકરીએ કહ્યું કે, તમારો પ્રશ્ન તો સાચો છે પણ ખોટા વ્યક્તિને પૂછવામાં આવી રહ્યો છે. તમારે પક્ષના વર્તમાન પ્રમુખ જે.પી.નડ્ડાને આ પ્રશ્ન પૂછવો જોઈએ તે આ જવાબ આપવા માટે યોગ્ય વ્યક્તિ છે.
જે.પી.નડ્ડા 2020થી ભાજપના નેતા છે અને 2023માં તેની ટર્મ પુરી થઈ હોવા પછી લોકસભા ચૂંટણીના કારણે તેઓને જુલાઈ 2024 સુધી એકસટેન્શન અપાયા બાદ પણ આ હોદા પર યથાવત છે અને ભાજપમાં હજુ કોઈ હિલચાલ દેખાતી નથી.