Mumbai,તા.19
આર્યન ખાને ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ સીરિઝથી ડાયરેક્શનની દુનિયામાં પગ માંડ્યો છે. આર્યનની ડેબ્યૂ સીરિઝ 18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. સીરિઝની રિલીઝ પહેલાં મુંબઈમાં તેનું ગ્રાન્ડ સ્ક્રીનિંગ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે આર્યનને શુભેચ્છાઓ આપવા પહોંચ્યા હતા. બીજી તરફ સીરિઝની સ્ટાર કાસ્ટ ખૂબ જ ખુશ હતી. આ ખાસ પ્રસંગે આર્યન પોતાની ટીમ સાથે ઘણાં ફોટા ક્લિક કરાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ચાહકોએ તેના એક ખાસ જેસ્ચરને પણ નોટિસ કર્યું.
વાત એમ છે કે, ફોટો સેશન દરમિયાન બોબી દેઓલ જમીન પર બેસીને પોઝ આપવા લાગ્યો. બીજી તરફ આર્યન બાકીની સ્ટારકાસ્ટ સાથે પાછળ ઊભો હતો. પરંતુ બોબીને જમીન પર બેસતો જોઈને આર્યનથી ના રહેવાયું અને તે પણ આગળ આવીને બોબી સાથે જમીન પર બેસી ગયો. ત્યારબાદ આર્યને એક્ટર સાથે ઘણા ફોટો ક્લિક કરાવ્યા. બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનના દીકરાના આ સંસ્કાર પર ચાહકો ફિદા થઈ ગયા છે. એકે લખ્યું કે આને કહેવાય મોટાનું સન્માન કરવું. બીજાએ લખ્યું કે સંસ્કાર હોય તો આર્યન જેવા. ઘણાં ચાહકોએ કહ્યું કે તે તેના પિતાની કોપી છે. બીજા એક ચાહકે કહ્યું કે આર્યન એક સારો વ્યક્તિ અને દીકરો છે. માત્ર પબ્લિક જ નહીં, પરંતુ ઘણાં મોટા સ્ટાર્સ પણ કહી ચૂક્યા છે કે શાહરુખે તેના ત્રણેય બાળકોને સારા સંસ્કારો આપ્યા છે, જે દેખાઈ પણ આવે છે.