Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot માં મકાન અને ડેલામાં આગ જાનહાની ટળી

    September 19, 2025

    Junagadh માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી

    September 19, 2025

    Pakistan માં થોડા કલાકોમાં બે મોટા બોમ્બ વિસ્ફોટ, ૮ લોકોના મોત, ૨૩ ઘાયલ

    September 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot માં મકાન અને ડેલામાં આગ જાનહાની ટળી
    • Junagadh માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી
    • Pakistan માં થોડા કલાકોમાં બે મોટા બોમ્બ વિસ્ફોટ, ૮ લોકોના મોત, ૨૩ ઘાયલ
    • નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને કયા ફળો ન ચઢાવવા જોઈએ?
    • તંત્રી લેખ…આરોપોનું રાજકારણ, મત ચોરીના ખોટા આરોપો
    • જનરલ ઝેડ અને સત્તા પરિવર્તનનું નવું સમીકરણ-જનરલ ઝેડ+સોશિયલ મીડિયા+ટેકનોલોજી=પાવર ચેન્જ
    • માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?
    • 20 સપ્ટેમ્બર નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૯.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૦૧૩ સામે ૮૨૯૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૪૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૬૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૧૦ સામે ૨૫૪૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૩૫૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૪૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારત – રશિયા – ચાઈનાની સંબંધો મજબૂત બતાવતી મુલાકાતને લઈ અમેરિકાની ટ્રમ્પ સરકાર અપેક્ષા મુજબ ભારત માટે કૂણું વલણ અપનાવતાં ભારત સાથે ટ્રેડ ડિલ માટે સક્રિય વાટાઘાટ સાથે ભારતના જીએસટી ઘટાડા સહિતના પોઝિટીવ પગલાં અને યુરોપના દેશો પણ ભારતની તરફેણમાં ટ્રેડ ડિલ કરવા તૈયાર હોવાના અહેવાલોએ સપ્તાહની શરૂઆતથી જ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, જો કે સપ્તાહના અંતે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

    વૈશ્વિક મોરચે ટ્રમ્પ સતત ટેરિફ હથિયારનો ઉપયોગ કરીને વિશ્વને દબાણમાં લેવા પ્રયત્ન કરતા, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવા યુરોપીયન યુનિયનને કરેલી તેમની હાકલ તેમજ યુક્રેન-રશિયા યુદ્ધ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ તેમજ નેપાળ અને ફ્રાંસમાં ઉભી થયેલી આંતરિક અશાંતિના કારણે વૈશ્વિક સેન્ટીમેન્ટની સ્થાનિક બજાર પર નકારાત્મક અસર જોવા મળતા આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે જ ૦.૨૫%નો ઘટાડો કરવામાં આવતા અને ચેરમેન જેરોમ પોવેલ દ્વારા વર્તમાન વર્ષમાં વધુ ઘટાડાના પણ સંકેત અપાતા ડોલર ઇન્ડેક્સમાં નીચા મથાળેથી રિકવરી નોંધાતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે અમેરિકામાં ક્રુડઓઈલનો સ્ટોક નોંધપાત્ર ઘટીને આવતા ક્રુડઓઈલના ભાવ સુધારા તરફી રહ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, એનર્જી, હેલ્થકેર, સર્વિસીસ, કોમોડીટીઝ, કેપિટલ ગુડ્સ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૧ અને વધનારની સંખ્યા ૨૧૩૪ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અદાણી પોર્ટસ ૧.૦૯%, ભારતી એરટેલ ૧.૦૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૯૧%, એનટીપીસી લિ. ૦.૫૫%, સન ફાર્મા ૦.૪૩%, મારુતિ સુઝુકી ૦.૩૯%, એક્સિસ બેન્ક ૦.૨૬%, એશિયન પેઈન્ટ ૦.૨૬% અને ટેક મહિન્દ્રા ૦.૨૪% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેકનોલોજી ૧.૭૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૩૨%, ટાઈટન કંપની લિ. ૧.૨૬%, ટ્રેન્ટ લિ. ૧.૨૬%, કોટક બેન્ક ૧.૧૬%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૭%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૪%, એચડીએફસી બેન્ક ૦.૯૭% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૭% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે સ્મોલકેપ, લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૫૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૬.૩૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, આર્થિક પ્રવૃત્તિમાં આવી તેજી કંપનીઓની આવક અને નફાકારકતામાં વધારો લાવી શકે છે, જેના પરિણામે શેરબજારમાં તેજી જાળવાય તેવી સંભાવના છે. નિકાસ ઓર્ડરોમાં ૧૪ મહિનાની ટોચે પહોંચેલો વધારો વિદેશી બજારોમાંથી મજબૂત સહાયતા દર્શાવે છે. સાથે સાથે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધતી રોકાણકારોની ભાગીદારી, વધતા એસઆઈપી પ્રવાહ અને લાંબા ગાળાના રોકાણ દૃષ્ટિકોણ બજારને વધુ સ્થિરતા આપે છે. અગાઉ જેમ વિદેશી રોકાણકારો પર આધાર રાખવો પડતો હતો, તે સ્થિતિમાં હવે સ્થાનિક મૂડીપ્રવાહ બજાર માટે મજબૂત આધાર બની રહ્યો છે. પરંતુ ટૂંકા ગાળે પડકારો હજી યથાવત જ છે.

    અમેરિકાના ટેરિફના પગલે એફપીઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઊથલપાથલ થઈ શકે છે. વૈશ્વિક સ્તરે અમેરિકા – ભારત વચ્ચેના વેપારી સંબંધો, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને આગામી કોર્પોરેટ કમાણીના આંકડા બજાર માટે મુખ્ય નિર્ધારક બની રહેશે. જો વેપાર તણાવ ઘટે અને અમેરિકાના વધારાના ટેરિફ પાછા ખેંચાય, તો ફરીથી વિદેશી મૂડીપ્રવાહ વળવાની શક્યતા છે, જે બજારમાં વિશ્વાસ વધારશે. લાંબા ગાળે જોતા, ભારતની આર્થિક વૃદ્ધિ ક્ષમતા, મજબૂત સ્થાનિક મૂડીપ્રવાહ અને રોકાણકારોમાં વધતો વિશ્વાસ બજારને તેજી તરફ દોરી શકે છે. આમ, આગામી દિવસોમાં બજારમાં ટૂંકા ગાળાની અસ્થિરતા હોવા છતાં, મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજારની દિશા સકારાત્મક રહેવાની શક્યતા છે.

    તા.૨૨.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૯.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૪૨૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૬૦૬ પોઈન્ટ થી ૨૫૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૭૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • બજાજ ફિનસર્વ ( ૨૦૭૩ ) :- હોલ્ડીંગ કંપની સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૯૭ થી રૂ.૨૧૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૨૪ ) :- રૂ.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૮૭૦ ) :- નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૪ થી રૂ.૮૯૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૫૯૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા હાઉસિંગ ફાયનાન્સ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૫૬૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૬૦૩ થી રૂ.૬૧૬ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૧૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૨૧૦૮ થી રૂ.૨૦૯૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૩૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૬૭૦ ) :- રૂ.૧૬૯૬ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૦૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૪૭ થી રૂ.૧૬૨૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • જિંદાલ સ્ટીલ એન્ડ પાવર ( ૧૦૪૭ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૦૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૧૨૫ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૬ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • કલ્યાણ જ્વેલર્સ ( ૫૧૩ ) :- રૂ.૫૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૫૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૯૪ થી રૂ.૪૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 19, 2025
    રાષ્ટ્રીય

    Apple company એ આજથી ભારતમાં નવો આઈફોન 17 લોન્ચ

    September 19, 2025
    રાષ્ટ્રીય

    Insurance ખરીદવા : લોન્ચ થયો `બીમા સુગમ’

    September 19, 2025
    વ્યાપાર

    હિંડનબર્ગ કેસમાં અદાણીને SEBI ની કિલનચીટ

    September 19, 2025
    વ્યાપાર

    નવા GST ફેરફારો વિશે દ્વિધા છે ? સરકારે તમામ `સવાલ’ના જવાબ જાહેર કર્યા

    September 19, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot માં મકાન અને ડેલામાં આગ જાનહાની ટળી

    September 19, 2025

    Junagadh માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી

    September 19, 2025

    Pakistan માં થોડા કલાકોમાં બે મોટા બોમ્બ વિસ્ફોટ, ૮ લોકોના મોત, ૨૩ ઘાયલ

    September 19, 2025

    નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને કયા ફળો ન ચઢાવવા જોઈએ?

    September 19, 2025

    તંત્રી લેખ…આરોપોનું રાજકારણ, મત ચોરીના ખોટા આરોપો

    September 19, 2025

    જનરલ ઝેડ અને સત્તા પરિવર્તનનું નવું સમીકરણ-જનરલ ઝેડ+સોશિયલ મીડિયા+ટેકનોલોજી=પાવર ચેન્જ

    September 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot માં મકાન અને ડેલામાં આગ જાનહાની ટળી

    September 19, 2025

    Junagadh માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી

    September 19, 2025

    Pakistan માં થોડા કલાકોમાં બે મોટા બોમ્બ વિસ્ફોટ, ૮ લોકોના મોત, ૨૩ ઘાયલ

    September 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.