Jasdan. તા.20
વિંછીયા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા 24 ના યોજાશે ગ્રામ્ય અરજદારે ગ્રામ પંચાયત સેવક તલાટી મંત્રી તાલુકાના પ્રશ્ન માટે તાલુકા પંચાયત ખાતે લેખિત અરજી કરવા.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને અરજી કરી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. ગ્રામ અને તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ, તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજૂઆત કરવાની રહેશે.
અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે અને એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામુહિક રજૂઆતો કરી શકાશે નહીં. આ કાર્યક્રમમાં ઉપરોક્ત કેટેગરીની અરજીઓ સ્વીકારાશે, તે સિવાયની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તેમ વિંછીયા તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયું છે.